Mehsana-ઊંઝા હાઇવે પર કાળજું કંપી જાય તેવો આપઘાત, હચમચાવતા CCTV આવ્યા સામે
- Mehsana-ઊંઝા હાઇવે પર યુવાને કર્યો આપઘાત!
- રામોસણા બ્રિજના છેડે યુવાને ટ્રેલર નીચે ઝંપલાવ્યું
- કેતન પટેલ નામના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
- આત્મહત્યાની લાઈવ ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
- મૃતકના ભાઈની ફરિયાદ બાદ ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ
- મહેસાણા બી ડિવિઝન પોલીસે આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ તેજ કરી
મહેસાણા (Mehsana)-ઊંઝા હાઇવે પર આજે એક અત્યંત કરૂણ અને કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા રામોસણા બ્રિજ (Ramosana Bridge) ના છેડે એક યુવાને ચાલુ ટ્રેલર નીચે પડતું મૂકીને આત્મહત્યા (Suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
Mehsana: ટ્રેલર નીચે પડતું મુકી આપઘાત
મૃતક યુવાનની ઓળખ કેતન પટેલ (Ketan Patel) તરીકે થઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, હાઇવે પરથી એક પૂરપાટ ઝડપે ટ્રેલર (Trailer) પસાર થઈ રહ્યું હતું, તે જ સમયે કેતન પટેલે અચાનક દોડીને ટ્રેલરના ટાયર નીચે પડતું મૂક્યું હતું. ટ્રેલરની ઝડપ વધુ હોવાથી ડ્રાઇવર બ્રેક મારે તે પહેલા જ યુવાન ટાયર નીચે કચડાઈ ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ અત્યંત કરૂણ મોત નીપજ્યું હતું.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. મૃતક કેતન પટેલના ભાઈએ આ મામલે ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માત (Accident) નો ગુનો નોંધાવ્યો છે. મહેસાણા બી ડિવિઝન પોલીસ (Mehsana B-Division Police) મથકે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને કયા કારણોસર આટલું અંતિમ ડગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ તે દિશામાં ઉંડી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Bharuch: ‘કામ નહીં તો મત નહીં’, ગણેશ ટાઉનશીપના 1200 મતદારોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી


