Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana માં ફરી પશુઓની એક્સપાયર દવા મળતાં ચકચાર, જાણો પશુ અધિકારીએ શું કહ્યું?

મહેસાણાના હૈદરી ચોક પશુ દવાખાનામાં જીવદયા પ્રેમીઓની ઓચિંતી તપાસ દરમિયાન પશુઓની એક્સપાયર દવાઓ મળી આવી છે. અગાઉ પણ આવી ઘટનાઓ બનતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પશુ પાલક અધિકારીએ દવાનો ઉપયોગ ન થતો હોવાનો દાવો કર્યો છે, જ્યારે જીવદયા પ્રેમીઓએ પોલીસમાં જાણવાજોગ અરજી આપી તપાસની માંગ કરી છે.
mehsana માં ફરી પશુઓની એક્સપાયર દવા મળતાં ચકચાર  જાણો પશુ અધિકારીએ શું કહ્યું
Advertisement
  • Mehsana માં ફરી પશુઓની એક્સપાયર દવા મળી આવી
  • હૈદરી ચોક પશુ દવાખાનામાં જીવદયા પ્રેમીઓની તપાસ
  • દવાખાનામાંથી એક્સપાયર દવાનો મોટો જથ્થો ઝડપાઈ ગયો

Mehsana: મહેસાણાના હૈદરી ચોક (Haidari Chowk) વિસ્તારમાં આવેલા પશુ દવાખાનામાં જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવેલી ઓચિંતી તપાસમાં ગંભીર બેદરકારી સામે આવી છે. અહીંથી પશુઓ માટેની એક્સપાયર થઈ ગયેલી (Expired Medicines) દવાઓની બોટલો મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. દાવો છે કે અગાઉ પણ અનેક સરકારી હોસ્પિટલોમાં આ પ્રકારનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે ફરી એકવાર સરકારી તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કર્યો છે કે મૂંગા પશુઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર રીતે ચેડાં કરવામાં આવી રહ્યા છે.

તંત્રનો બચાવ

આ સમગ્ર મામલે હોબાળો મચતા પશુ પાલક અધિકારી ડો. સોનલ ચૌધરી (Dr. Sonal Chaudhary) એ સ્પષ્ટતા કરી હતી કે, સરકારી દવાખાનાઓમાં કોઈ પણ એક્સપાયરી દવાનો ઉપયોગ પશુઓની સારવાર (Treatment) માટે કરવામાં આવતો નથી. જોકે સમયમર્યાદા વીતી ગયેલી દવાની બોટલો કેમ રાખવામાં આવી હતી તે અંગે તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.

Advertisement

mehsana animal health_GujaratFirst 2

Advertisement

પ્રાણીઓના સ્વસ્થ્ય સાથે ચેડાં!

આ મામલે જીવદયા પ્રેમીઓએ સખત રોષ વ્યક્ત કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. સમગ્ર ઘટના સંદર્ભે સ્થાનિક પોલીસ મથકે (Police Station) જાણવાજોગ અરજી આપી છે. પશુપાલકોમાં પણ આ સમાચારને પગલે ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે એક્સપાયર દવાઓના કારણે પશુઓના જીવને જોખમ થઈ શકે છે. પશુ પાલકોની માગ છે કે આ દવાઓને લઈ તપાસ કરવામાં આવે. કારણ કે આ પ્રાણીઓના સ્વસ્થ્ય સાથે ચેડાં છે. એક્સપાયર ડેટવાળી દવા વાપરવાથી પશુઓનો જીવ પણ જઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ સ્તરેથી આ મામલે કોઈ તપાસ થા છે કે કેમ.

આ પણ વાંચોઃ ChhotaUdepur જિલ્લામાં પાણી માટે સંઘર્ષ, નાલેજ ડેમ છલોછલ છતાં કેનાલો સૂકી કેમ?

Tags :
Advertisement

.

×