Mehsana: ચંપલ લઈ જવાની આવી સજા? શ્વાનની બંને આંખ ફોડી નાખી, ઘટના જાણી હચમચી જશો
Mehsana ના દઢીયાળ ગામે શ્વાન દ્વારા ચંપલ લઈ જવા જેવી સામાન્ય બાબતે કોઈ શખ્સે શ્વાનની બંને આંખો ફોડી નાખી અત્યંત ક્રૂરતા આચરી છે. આ માનવતા વિરોધી ઘટનાથી ગ્રામજનો અને પશુપ્રેમીઓમાં ભારે રોષ છે. સ્થાનિક મહિલા સોનલબેન ઠાકોરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી છે અને આરોપી સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.
Advertisement
Mehsana News: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દઢીયાળ ગામેથ ક્રૂરતાની તમામ હદો વટાતી ઘટના સામે આવી છે, ચંપલ તાણી જતાં અજાણ્યા શખ્સે શ્વાનની બંને આંખ ફોડી નાખી છે. મૂંગા પશુ પર આવો અત્યાચાર ગુજરાતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો છે. આ ઘટનાએ માનવતાને નેવે મૂકી દીધી છે.

