Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: વિસનગરમાં બિનહરીફ ચૂંટાયેલા નગરસેવક દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

મહેસાણાની વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના બિનહરીફ ચૂંટાયેલા નગરસેવક દીપક મોદીએ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેમનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી કચડાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. વિસનગર પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડ્યો છે અને આપઘાતના કારણની વધુ તપાસ હાથ ધરી છે.
mehsana  વિસનગરમાં બિનહરીફ ચૂંટાયેલા નગરસેવક દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત
Advertisement

Mehsana Corporator Deepak Modi Suicide: મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના સત્તાધારી પક્ષના સક્રિય અને લોકપ્રિય નગરસેવક દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતા જ સમગ્ર પંથકના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, દીપક મોદીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી કચડાયેલી અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ આ અંગે રેલવે અને સ્થાનિક પોલીસને જાણ કરતા જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

Tags :
Advertisement

.

×