Visnagar Ambulance Accident News : અકસ્માતમાં ઘાયલ યુવકને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત, દર્દીનું મોત
વિસનગરના પાલડી ચોકડી પાસે રોંગ સાઇડમાં આવતી વેગનઆર કારે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને જોરદાર ટક્કર મારી હતી. આ ત્રાસદાયક અકસ્માતમાં ૧૫ દિવસ અગાઉ ઘાયલ થયેલા દર્દી વિજય ઠાકોરનું મોત નીપજ્યું છે, જ્યારે તેમના પિતા, ભાઈ અને એમ્બ્યુલન્સ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જીને ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ વિસનગર પોલીસે હાથ ધરી છે.
Advertisement
Visnagar Ambulance Accident News : વિસનગરના પાલડી ચોકડી હાઇવે પર બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી દીધી છે. અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિ માટે દેવદૂત ગણાતી એમ્બ્યુલન્સ પોતે જ કાળનો કોળિયો બની જશે તેવી કલ્પના કોઈએ કરી નહોતી. વિજય ઠાકોર નામનો યુવાન જે 15 દિવસ પહેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. પરંતુ પાલડી ચોકડી પાસે કાળમુખી વેગનઆર કારે એમ્બ્યુલન્સને જોરદાર ટક્કર મારતાં મોટી હોનારત સર્જાઈ હતી.

