Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: એશિયાની સૌથી મોટી ઊંઝા APMC માં રોકડની ભારે અછત કેમ સર્જાઈ?

એશિયાના સૌથી મોટા ઊંઝા APMCમાં સીઝન દરમિયાન રોકડની ભારે અછત સર્જાતા વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની મુલાકાત લઈ RBI દ્વારા બેંકોમાં તાત્કાલિક રોકડ પુરવઠો પૂરો પાડવા રજૂઆત કરી છે, જેથી કરોડોના વ્યવહારો ફરી કાર્યરત થઈ શકે.
mehsana  એશિયાની સૌથી મોટી ઊંઝા apmc માં રોકડની ભારે અછત કેમ સર્જાઈ
Advertisement
  • Mehsana: એશિયાની સૌથી મોટી ઊંઝા APMCમાં રોકડની ભારે અછત
  • સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય નાણામંત્રીને કરી રજૂઆત
  • નિર્મલા સીતારમણને રૂબરુ મળીને ઉકેલ લાવવા માગ

Mehsana: એશિયાના સૌથી મોટા ગંજ બજાર (Market Yard) તરીકે ખ્યાતિ ધરાવતા ઊંઝા APMCમાં હાલમાં રોકડની ભારે અછત (Cash Crunch) સર્જાતા હડકંપ મચી ગયો છે. હાલમાં જીરું અને વરિયાળી જેવી ખેતપેદાશોની પીક સીઝન (Peak Season) ચાલી રહી છે, ત્યારે યાર્ડમાં ખેતપેદાશોની મબલખ આવક (Bumper Arrival) થઈ રહી છે. જોકે, વેપારીઓ પાસે ખેડૂતોને ચૂકવવા માટે પૂરતી રોકડ ઉપલબ્ધ ન હોવાથી વ્યવહારો ખોરવાયા છે.

બેંક ખાતામાંથી નાણાં ઉપાડવામાં મુશ્કેલીઓ

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને મહેસાણાના સાંસદ  હરિભાઈ પટેલે (Haribhai Patel) તાત્કાલિક દિલ્હી ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. તેમણે નાણામંત્રીને વાકેફ કર્યા હતા કે ઊંઝા યાર્ડમાં દૈનિક કરોડો રૂપિયાના વ્યવહારો થાય છે. સ્થાનિક બેંકોમાં કેશની અછત હોવાને કારણે વેપારીઓ પોતાના ખાતામાંથી નાણાં ઉપાડી શકતા નથી, જેના કારણે ખેડૂતોને પેમેન્ટ (Payment) કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

Advertisement

CashCrunchMehsana_GujaratFirst 22

Advertisement

નાણામંત્રીએ સત્વરે ઉકેલની ખાતરી આપી

સાંસદે રજૂઆત કરી હતી કે ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) અને અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોને તાત્કાલિક નિર્દેશ (Instruction) આપવામાં આવે જેથી ઊંઝાની બેંકોમાં રોકડનો પુરવઠો વધારી શકાય. ખેડૂતો પોતાની જણસ વેચીને રોકડની અપેક્ષા રાખતા હોય છે જેથી તેઓ આગામી ખેતીકામ અને ઘરખર્ચ પહોંચી વળે. જો રોકડની આ અછત સત્વરે દૂર નહીં થાય તો બજારના ટર્નઓવર (Turnover) પર તેની માઠી અસર પડી શકે છે. નાણામંત્રીએ આ પ્રશ્ન સાંભળીને સત્વરે ઉકેલની ખાતરી આપી છે. સાંસદની આ સક્રિયતાને પગલે વેપારી મહામંડળ અને ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે કે આગામી થોડા દિવસોમાં નાણાકીય પ્રવાહિતા (Liquidity) પૂર્વવત થઈ જશે.

 આ પણ વાંચોઃ હવે 'બેવફા સોન્ગની ક્વીન' Kajal Mehria નો લગ્ન વિવાદ સામે આવ્યો! શું પરિવારની જાણ બહાર લગ્ન?

Tags :
Advertisement

.

×