Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: અમદાવાદ જવાનું કહી નીકળેલા યુવકનું અપહરણ, વિડીયો જોઈ મંગેતરના હોશ ઊડ્યા!

Mehsana Youth Kidnapping News : ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાંથી એક યુવકનું અપહરણ થયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. યુવક ઘરેથી અમદાવાદ જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો.
mehsana  અમદાવાદ જવાનું કહી નીકળેલા યુવકનું અપહરણ  વિડીયો જોઈ મંગેતરના હોશ ઊડ્યા
Advertisement
  • Mehsana થી યુવકનું અપહરણ થતા શહેરમાં મચી ચકચાર
  • યુવક અમદાવાદ જવાનું કહી ઘરેથી બહાર નીકળ્યો હતો
  • બહાર ગયા બાદ યુવકનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો
  • યુવતીને વોટ્સએપ પર વીડિયો મળતા થયો ખુલાસો
  • વીડિયો જોતા મંગેતરનું અપહરણ થયું હોવાની થઈ જાણ
  • સુપ્રિમ પટેલ અને સુનિલ ચૌધરી સામે નોંધાઈ ફરિયાદ

Mehsana Youth Kidnapping News: ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાંથી એક યુવકનું અપહરણ થયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. યુવક ઘરેથી અમદાવાદ જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. આ દરમિયાન યુવકની મંગેતરને વોટ્સએપ પર એક વિડીયો મળતા સમગ્ર અપહરણકાંડનો પર્દાફાશ થયો છે.

Mehsana થી યુવકનું અપહરણ થતા શહેરમાં મચી ચકચાર

મળતી માહિતી મુજબ, મહેસાણાનો યુવક જ્યારે ઘરેથી નીકળ્યો અને પરત ન ફર્યો ત્યારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફરિયાદી યુવતી (મંગેતર) ને તેના વોટ્સએપ પર એક વિડીયો મળ્યો હતો, જેમાં તેના મંગેતરનું અપહરણ થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. યુવતીએ આક્ષેપ કર્યો છે કે કોઈ અંગત કારણોસર તેના મંગેતરને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઈરાદે આ અપહરણ કરવામાં આવ્યું છે.

Advertisement

Mehsana Youth Kidnapping News-Gujarat first news

Advertisement

સુપ્રિમ પટેલ અને સુનિલ ચૌધરી સામે નોંધાઈ ફરિયાદ

આ મામલે યુવતીએ ઉંઝાના સુપ્રિમ પટેલ અને નડિયાદના સુનિલ ચૌધરી નામના બે શખ્સો વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અપહરણ કરનારા શખ્સોને ઝડપી પાડવા અને યુવકને સુરક્ષિત રીતે છોડાવવા માટે અલગ-અલગ દિશામાં તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો:  Diu PSI News: ACBને થાપ આપી ફરાર થનાર ઘોઘલાના PSI બલેન્દ્ર અજમેદો સસ્પેન્ડ

Tags :
Advertisement

.

×