Mount Abu Hotel Incident : દેવદૂત બન્યો ઊંઝાનો પટેલ પરિવાર! માઉન્ટ આબુમાં ઢળી પડેલા વેઈટરને CPR આપી આપ્યું નવજીવન
Mount Abu Hotel Incident : માઉન્ટ આબુમાં ગુજરાતના ઊંઝાના એક પરિવારની સમયસૂચકતાએ વેઈટરને નવજીવન આપ્યું છે. હોટલમાં નાસ્તો આપવા આવેલા વેઈટરને અચાનક હાર્ટ એટેક આવતા તે જમીન પર ઢળી પડ્યો હતો. સ્થિતિ ગંભીર બનતા વિષ્ણુભાઈ પટેલ અને તેમના પુત્ર જય પટેલે તાત્કાલિક CPR અને માઉથ-ટુ-માઉથ બ્રિધિંગ શરૂ કર્યું. તેમની ઝડપી પ્રાથમિક સારવારથી વેઈટરના જીવ બચાવવામાં સફળતા મળી હતી.
Advertisement
Mount Abu Hotel Incident : આજકાલ હાર્ટ એટેક (Heart Attack) ના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સમયસર મળતી પ્રાથમિક સારવાર કોઈનો પણ જીવ બચાવી શકે છે. આવો જ એક પ્રેરણાદાયક કિસ્સો રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાંથી (Mount Abu) સામે આવ્યો છે. અહીં ફરવા ગયેલા ગુજરાતના ઊંઝાના એક પરિવારે ગભરાયા વિના પોતાની અદભુત સમયસૂચકતાથી એક વેઈટરને મોતના મુખમાંથી પાછો ખેંચી લીધો છે.

