Rajkot News: કુવાડવા પોલીસ સ્ટેશનના PI વી.આર. વસાવા સસ્પેન્ડ, શું છે કારણ?
Rajkot ના કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં SMC ના દરોડા દરમિયાન 70 લાખથી વધુનો દારૂ અને ટ્રક મળી કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ મામલે ફરજમાં બેદરકારી બદલ કુવાડવા પોલીસ સ્ટેશનના PI વી.આર. વસાવાને પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
Advertisement
PI V.R. Vasava Suspended: રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન (Kuwadva Police Station) વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલા સફળ દરોડા બાદ પોલીસ બેડામાં ભારે ખડભડાટ મચી ગયો છે. આ મામલામાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.આર. વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

