Mehsana: "અંગત સ્વાર્થ માટે સંમેલન રદ કરાવ્યું, સમાજને એક થતો અટકાવવાનું ષડયંત્ર" ,બળદેવજી ઠાકોરનો કોના તરફ ઈશારો?
- મહેસાણા (Mehsana) જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર (Baldevji Thakor) નું નિવેદન
- વામૈયા ગામે ઠાકોર અને ક્ષત્રિય સમાજની સભા રદ થવા મામલે નિવેદન
- નામ લીધા વિના બળદેવજી ઠાકોરે કર્યા આકરા પ્રહાર
- ''અંગત સ્વાર્થ માટે કેટલાક લોકોએ સંમેલન રદ કરાવ્યું'' : બળદેવજી
Mehsana: પાટણ (Patan) ના વામૈયા ગામે યોજાનાર ઠાકોર અને ક્ષત્રિય સમાજ (Thakor-Kshatriya Samaj) ના સંમેલનને રદ કરવાના મુદ્દે ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બાબતે મહેસાણા (Mehsana) જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે (Baldevji Thakor) સોશિયલ મીડિયાના માધ્યમથી આકરા પ્રહાર કર્યા છે.
મહેસાણા (Mehsana) જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર (Baldevji Thakor) નું નિવેદન
પાટણના વામૈયા ગામે આગામી 23 તારીખે ઠાકોર અને ક્ષત્રિય સમાજનું (Kshatriya Samaj) એક વિશાળ સંમેલન યોજાવાનું હતું, જે પાટણ ડિમોલિશન અને પોલીસ કાર્યવાહીના વિરોધમાં બોલાવવામાં આવ્યું હતું. જોકે, આ સંમેલન અચાનક મોકૂફ રાખવાની જાહેરાત થતા સમાજમાં વિવાદ વકર્યો છે.
આ પણ વાંચો : ઝીલિયા કેસમાં નવો વળાંક: અલ્પેશજી ઠાકોરે SP સાથે કરી બેઠક, Thakor Samaj નું સંમેલન મોકૂફ
બળદેવજી ઠાકોરનો સોશિયલ મીડિયા પર બળાપો
જાણકારી મુજબ કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે કોઈનું નામ લીધા વિના આડકતરી રીતે ભાજપ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર સામે નિશાન સાધ્યું છે.
ષડયંત્રનો દાવો:બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ અને વ્યક્તિગત લાભ ખાતર આ સંમેલન રદ કરાવ્યું છે.
સમાજની એકતા તોડવાનો પ્રયાસ: તેમણે જણાવ્યું કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર અને ક્ષત્રિય દરબાર સમાજ જે રીતે સંગઠિત થઈ રહ્યો હતો, તેને તોડવા માટેનું આ એક પૂર્વનિયોજિત ષડયંત્ર છે.
કોઈ અન્ય સમાજ સામે વિરોધ નહીં: બળદેવજીએ સ્પષ્ટતા કરી હતી કે આ સંમેલન અન્ય કોઈ જ્ઞાતિ કે સમાજની વિરુદ્ધમાં નહોતું, પરંતુ માત્ર સરકાર અને પાટણ પોલીસની કામગીરી સામે અવાજ ઉઠાવવા માટે હતું.
રાજકીય ખેંચતાણ અને વિવાદ
આ ઘટનાને કારણે ઉત્તર ગુજરાતમાં બળદેવજી ઠાકોર અને ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર વચ્ચેની રાજકીય લડાઈ ફરી એકવાર સપાટી પર આવી છે. વામૈયાની ઘટના બાદ ક્ષત્રિય સમાજ જે રીતે એકજુથ થઈ રહ્યો હતો તેને 'બ્રેક' મારવાની કોશિશ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો બળદેવજીએ કર્યા છે.
પાટણ ડિમોલિશન મામલે યોજાનાર આ સંમેલન રદ થતા ઠાકોર સમાજમાં આંતરિક વિખવાદ અને રાજકીય નિવેદનબાજી તેજ બની છે, જેની અસર આવનારા સમયમાં ઉત્તર ગુજરાતના રાજકારણ પર જોવા મળી શકે છે.
આ પણ વાંચો : "જંગ માટે તૈયાર રહેજો, મા ઉમિયાનો હાથ આપણા પર છે", Rajkot માં સાંસદ પરસોત્તમ રૂપાલાનું આક્રમક સંબોધન


