Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Umiya Foundation Kadi: એક બાળકના ટ્રેન્ડ વચ્ચે RP Patel નું મોટું નિવેદન, દરેક પરિવારે 3 સંતાનો પેદા કરવા જોઈએ

મહેસાણામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે સમાજની રજૂઆત કરતા સમયે કંઈક એવું કહ્યું કે, જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આખરે કેમ તેમણે યુવા પેઢીને વધુ સંતાનો પેદા કરવા માટે પ્રોત્સાહિત કર્યા? શું આ માત્ર એક નિવેદન છે કે ભવિષ્યનો કોઈ મોટો સંકેત?
umiya foundation kadi  એક બાળકના ટ્રેન્ડ વચ્ચે rp patel નું મોટું નિવેદન  દરેક પરિવારે 3 સંતાનો પેદા કરવા જોઈએ
Advertisement
  • Umiya Foundation Kadi: પટેલ આગેવાને કરી મોટી વાત
  • કડી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું મોટું નિવેદન
  • આર.પી. પટેલે દરેક પરિવારને 3 સંતાન પેદા કરવાની અપીલ
  • સમાજની સુરક્ષા અને અસ્તિત્વ ટકાવવા માટે આ બાબતને જરૂરી ગણાવી
  • પરિવાર, ધર્મ અને રાષ્ટ્ર માટે એક-એક સંતાન હોવાની વાત કરી

RP Patel Umiya Foundation Kadi: મહેસાણા જિલ્લાના કડીમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં અચાનક એવું નિવેદન આવ્યું કે જેનાથી સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક મોટા સામાજિક અગ્રણીએ મંચ પરથી કંઈક એવી વાત કહી છે જે સીધી રીતે ભવિષ્યની સુરક્ષા અને સામાજિક માળખા સાથે જોડાયેલી છે. પાટીદાર નેતા અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખે સમાજને અપીલ કરીને પરિવાર, ધર્મ અને રાષ્ટ્ર- આ ત્રણ સ્તંભોને મજબૂત કરવા માટે એક નવી ફોર્મ્યુલા રજૂ કરી છે.

RP Patel Umiya Foundation Kadi_GUJARAT 01

Advertisement

આર.પી. પટેલનું મોટું નિવેદન (Major Statement)

કડીમાં કડવા પાટીદાર 42 સમાજની નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. મેચની ફાઈનલમાં (Final Match) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પણ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે પાટીદાર સમાજને સંબોધતા અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સમાજમાં ચાલતા એક બાળકના ટ્રેન્ડ સામે ચિંતા વ્યક્ત કરી હતી. અને ભારપૂર્વક જણાવ્યું કે દરેક પરિવારે 3-3 સંતાનો પેદા કરવા જોઈએ. માત્ર એક સંતાન હોવાની વર્તમાન સ્થિતિ સામે તેમણે ગંભીર ચિંતા (Concern) વ્યક્ત કરી છે. આ વાતથી કાર્યક્રમમાં હાજર લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.

Advertisement

આ પણ વાંચો---- મોડી રાત્રે વિદ્યાનગરમાં મોટી દુર્ઘટના, BBIT College Building Collapse, ટળી મોટી જાનહાનિ

સામાજિક સુરક્ષા પર મૂક્યો ભાર (Social Security Focus)

આર.પી. પટેલે તેમના સંબોધનમાં ત્રણ સંતાનો પાછળનું તર્કબદ્ધ કારણ પણ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે એક બાળક પરિવાર (Family) માટે, એક ધર્મ (Religion) માટે અને એક રાષ્ટ્ર (Nation) માટે હોવું જોઈએ. જો કોઈ પરિવારમાં માત્ર એક જ પુત્ર હોય અને તે અભ્યાસ કે નોકરી માટે અમેરિકા (USA) જતું રહે છે. અથવા તેની સાથે કોઈ અણધારી ઘટના બને છે, આવી સ્થિતિઓમાં પરિવારની સુરક્ષાનું શું? સામાજિક વ્યવસ્થા અને પરિવારના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ વિચારધારા અપનાવવી અનિવાર્ય છે.

RP Patel Umiya Foundation Kadi_GUJARAT 02

સંગઠિત સમાજ અને શક્તિ પ્રદર્શન (United Society)

આર.પી.પટેલે અમદાવાદમાં નિર્માણ પામી રહેલા 504 ફૂટ ઊંચા જગત જનની મા ઉમિયાના ભવ્ય મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ મંદિરના માધ્યમથી પાટીદાર સમાજને વધુ સંગઠિત (Organized) અને શક્તિશાળી બનાવવાની હાકલ કરવામાં આવી છે. આર.પી. પટેલે યુવાનોને સંદેશ આપ્યો કે રમતગમતની સાથે સમાજ નિર્માણ (Social Work) માં પણ પોતાનું સક્રિય યોગદાન આપે. શક્તિશાળી સમાજ જ દેશના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો---- સામાન્ય જનતા પર મોંઘવારીનો મિસાઈલ એટેક, યુદ્ધની અસરથી Bhavnagar માં Petrol Diesel Price ના ભાવમાં તોતિંગ વધારો

 

Tags :
Advertisement

.

×