Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Child Trafficking ના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ: અમદાવાદ સુધી ફેલાયેલું હતું નેટવર્ક

Rajasthan Smuggling: સાબરકાંઠાના હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે બાળકોની તસ્કરી કરતી પાંચ સભ્યોની ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી સરહદી ગામોમાંથી નવજાત શિશુઓ લાવી અમદાવાદમાં રૂ.2 લાખમાં વેચતી હતી. મુખ્ય એજન્ટ પ્રમોદ રાજવંશી ગ્રાહકો શોધતો હતો. પોલીસે મેડી ગામના બાળકના વેચાણનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.
child trafficking ના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ  અમદાવાદ સુધી ફેલાયેલું હતું નેટવર્ક
Advertisement

Child Trafficking ને લઇને ચોંકાવનારો ખુલાસો
બાળકોની તસ્કરી કરતી પાંચ સભ્યોની ટોળકીને ઝડપાઇ
નવજાત શિશુઓને અમદાવાદમાં રૂ.2 લાખમાં વેચતી હતી
પકડાયેલા શખ્શોએ બે થી ત્રણ બાળકોનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યુ
પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી

Child Trafficking in Gujarat: ગુજરાતના સરહદી વિસ્તારોમાંથી નવજાત બાળકોની તસ્કરી (Child Trafficking) કરીને મોટા શહેરોમાં વેચાણ કરવાનું એક વ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હિંમતનગર (Himmatnagar) ની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ (Anti-Human Trafficking Unit - AHTU) ની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને પાંચ શખ્શોની ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી અંતરિયાળ અને ગરીબ વિસ્તારોમાંથી નવજાત બાળકો મેળવી અમદાવાદ (Ahmedabad) જેવા મહાનગરોમાં ઊંચી કિંમતે વેચતી હતી.

Advertisement

બે લાખ રૂપિયામાં વેચાતું હતું એક બાળક

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, સરહદી વિસ્તારના મેડી (Medi) ગામના એક નવજાત બાળકને આશરે પંદરેક દિવસ પહેલા અમદાવાદમાં રૂ. 2 લાખમાં વેચવામાં આવ્યું હતું. આ ગુનાહિત પ્રવૃત્તિની ગંધ આવતા જ પોલીસે ખેડબ્રહ્મા (Khedbrahma) ના મટોડા (Matoda) નજીક વોચ ગોઠવી હતી. પોલીસની સતર્કતાને કારણે ટોળકીનો એક સભ્ય ઝડપાઈ ગયો હતો, જેની પૂછપરછમાં આખુંય રેકેટ બહાર આવ્યું છે. પકડાયેલા શખ્શોએ કબૂલાત કરી છે કે તેઓએ અગાઉ પણ બે થી ત્રણ બાળકોનું વેચાણ કર્યું છે.

Advertisement

તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદના મોટેરા (Motera) વિસ્તારની ઈન્દ્રનગર સોસાયટી (Indranagar Society) માં રહેતો પ્રમોદ રાજારામ રાજવંશી (Pramod Rajaram Rajvanshi) હોવાનું સામે આવ્યું છે. પ્રમોદ મુખ્ય એજન્ટ તરીકે ભૂમિકા ભજવતો હતો. તેનું કામ અમદાવાદ શહેરમાં એવા પરિવારોને શોધવાનું હતું જેમને બાળકની જરૂર હોય. ગ્રાહક મળી ગયા બાદ તે બાળકની કિંમત નક્કી કરતો હતો. બીજી તરફ, માલજી (Malji) નામનો શખ્સ રાજસ્થાન (Rajasthan) ના અન્ય બે સાગરીતો સાથે મળીને અંતરિયાળ વિસ્તારોમાં નવજાત બાળકોની શોધ કરતો હતો.

નવજાત બાળકોની તસ્કરી કરનાર 5 શખ્શો પોલીસ સકંજામાં

આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતકી હતી. તેઓ એવા પરિવારો પર નજર રાખતા હતા જ્યાં બાળકોની સંખ્યા વધુ હોય અને મહિલા ગર્ભવતી હોય. બાળકનો જન્મ થતા જ આ ટોળકી સક્રિય થઈ જતી અને મજબૂર પરિવારોને શિકાર બનાવી બાળક મેળવી લેતી હતી. હાલમાં પોલીસે તમામ પાંચેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત ATS એ આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ

Tags :
Advertisement

.

×