Mehsana: મુસ્લિમ પરિવારના ઘરે લગ્નમાં આર્શિવાદ આપવા પહોચ્યા મહંત, મુસ્લિમ સમાજે કર્યું અભૂતપૂર્વ સ્વાગત
- Mehsana ના Bahucharaji ના ચંદ્રોડા ગામે કોમી એકતાના દ્રશ્યો
- ચંદ્રોડા ગામે સલીમભાઇ નાગોરીના ઘરે હતો લગ્નપ્રસંગ
- મહંત બળદેવનાથજી મહારાજ પહોંચ્યા આર્શિવાદ આપવા
- દેવ દરબાર મઠના મહંત છે બળદેવનાથજી મહારાજ
- મુસ્લિમ સમાજ દ્વારા મહંતશ્રીનું કરાયું અભૂતપૂર્વ સ્વાગત
Mehsana: મહેસાણા (Mehsana) જિલ્લાના બહુચરાજી (Bahucharaji) તાલુકાના ચંદ્રોડા ગામમાં (Chandroda Village) કોમી એકતાની એક અદ્ભુત તસવીર સામે આવી છે, જે ભારતીય સંસ્કૃતિના "વસુધૈવ કુટુંબકમ"ના ભાવને સાર્થક કરે છે. આ ગામમાં આશરે 95 ટકા મુસ્લિમ વસ્તી છે, જ્યાં મૂળ રાજસ્થાનથી આવેલા મોલેસલામ દરબાર નાગોરી સમાજના લોકો વસે છે.આ ઘટના સલીમભાઈ નાગોરીના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગમાં બની. દેવ દરબાર મઠ (ઓગડનાથ મહારાજની ગાદી)ના મહંત બળદેવનાથજી મહારાજ લગ્નમાં આશીર્વાદ આપવા ખાસ પહોંચ્યા હતા.
Mehsana ના Bahucharaji ના ચંદ્રોડા ગામે કોમી એકતાના દ્રશ્યો
ચંદ્રોડા ગામે સલીમભાઇ નાગોરીના ઘરે હતો લગ્નપ્રસંગ
મહંત બળદેવનાથજી મહારાજ પહોંચ્યા આર્શિવાદ આપવા
દેવ દરબાર મઠના મહંત છે બળદેવનાથજી મહારાજ
મુસ્લિમ સમાજ દ્વારા મહંતશ્રીનું કરાયું અભૂતપૂર્વ સ્વાગત#Gujarat #Mehsana… pic.twitter.com/ivFJTNvaYG— Gujarat First (@GujaratFirst) January 16, 2026
Mehsana ના Bahucharaji ના ચંદ્રોડા ગામે કોમી એકતાના દ્રશ્યો
મહંત બળદેવનાથજી મહારાજ મુસ્લિમ પરિવારના ઘરે પહોંચતા મુસ્લિમ સમાજે મહંતનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું. તેમને બગીમાં બેસાડીને આખા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં ગામલોકો ભાગ લીધો અને આનંદ મનાવ્યો હકો.આ પ્રસંગમાં હિન્દુ સંત પ્રત્યે મુસ્લિમ સમાજનો અદભૂત આદર અને સ્નેહ જોઈને આખું પંથક ભાવુક થઈ ગયું.
ચંદ્રોડા ગામ બન્યું પ્રેરણારૂપ
આ ઘટના દર્શાવે છે કે ધર્મના નામે વિભાજન વચ્ચે પણ ગુજરાતના ગામડાઓમાં ભાઈચારો અને પરસ્પર આદર જીવંત છે. એક તરફ જ્યારે સમાજમાં ક્યારેક વૈમનસ્યની વાતો સાંભળવા મળે છે ત્યારે ચંદ્રોડા જેવા ગામોમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયો વર્ષોથી શાંતિપૂર્ણ રીતે રહે છે અને એકબીજાના તહેવારો તથા પ્રસંગોમાં ભાગ લે છે.આ લગ્ન પ્રસંગે બતાવ્યું કે સાચી એકતા અને માનવતા ધર્મથી ઉપર છે. આવા પ્રસંગો સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે અને લોકોને એકબીજા પ્રત્યે વધુ સમજણ અને સહાનુભૂતિ વિકસાવવા પ્રેરે છે. ચંદ્રોડા ગામના આ મંગલ પ્રસંગે ગુજરાતની સમન્વયી સંસ્કૃતિને ફરી એકવાર ઉજાગર કરી છે. ચંદ્રોડા ગામે કોમી એકતાની એવી મિશાલ રજૂ કરી છે જે આખા દેશ માટે પ્રેરણારૂપ બની છે.
આ પણ વાંચો: Gujarat Uttarayan 2026: રક્તરંજિત બન્યો ઉત્તરાયણનો તહેવાર, 2 દિવસમાં આટલા મેડિકલ ઇમરજન્સી કેસ નોંધાયા


