Unjha માં જીરાના નામે ઝેર? ફૂડ વિભાગના દરોડામાં લાખોનું શંકાસ્પદ જીરું જપ્ત!
Adulterated Cumin: મહેસાણાના ઊંઝા-પાટણ હાઇવે (Unjha-Patan Highway) પર આવેલા સિહી (Sihi) ગામમાં ફૂડ વિભાગે દરોડા પાડી અંદાજે 48 લાખ રૂપિયાની કિંમતનું શંકાસ્પદ જીરું જપ્ત કર્યું છે.
Advertisement
- Unjha પાટણ હાઇવે પર સિહી ગામમાં ફૂડ વિભાગની રેડ
- મહેશ ત્રિભોવનભાઈ પટેલ નામની ફેકટરીમાં ફૂડ વિભાગની તાપસ
- સફેદ પાવડર જીરામાં મિક્ષ કરી વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી
- ફૂડ વિભાગે હાલમાં જીરાના સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલી અપાયા
- લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વહેપારી સામે ફૂડ વિભાગની લાલ આંખ
Unjha Cumin Raid: એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે જાણીતા ઊંઝા (Unjha) પંથકમાં ફરી એકવાર શંકાસ્પદ જીરાનો જથ્થો પકડાતા ચકચાર મચી ગઈ છે. ઊંઝા-પાટણ હાઇવે (Unjha-Patan Highway) પર આવેલા સિહી (Sihi) ગામમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Food and Drugs Department) દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત જીરું હોવાની આશંકા સાથે લાખોનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

