Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Woman Killed In USA: સ્ટોરમાં નોકરી કરતી ગુજરાતી મહિલા પર અંધાધૂંધ ફાયરિંગ! જંત્રાલ ગામ હિબકે ચઢ્યું!

Indian Community USA: અમેરિકાના વર્જિનિયા સિટીમાં મહેસાણાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલની અજાણ્યા શખ્સે ગોળી મારી હત્યા કરી દીધી છે. તેઓ 10 વર્ષથી સ્ટોરમાં નોકરી કરતા હતા. આ ઘટનાથી વતનમાં રહેતા માતા-પિતા અને અમેરિકા સ્થિત પતિ-બાળકો આઘાતમાં છે. અમેરિકામાં ગુજરાતીઓની હત્યાની આ 20મીથી વધુ ઘટના છે.
woman killed in usa  સ્ટોરમાં નોકરી કરતી ગુજરાતી મહિલા પર અંધાધૂંધ ફાયરિંગ  જંત્રાલ ગામ હિબકે ચઢ્યું
Advertisement

Gujarati Woman Killed In USA: અમેરિકા (America) માં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ પર થતા હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. યુએસએ (USA) ના વર્જિનિયા સિટી (Virginia City) માંથી એક અત્યંત આઘાતજનક અને કરપીણ હત્યાના સમાચાર સામે આવ્યા છે. મહેસાણા (Mehsana) જિલ્લાની એક પરિણીત યુવતીની અજાણ્યા સશસ્ત્ર શખ્સ દ્વારા ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથક સહિત વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ ઘટનાને પગલે વતન ગુજરાતમાં રહેતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.

વર્જિનિયા સિટીમાં ગોળી મારીને હત્યા

મળતી વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના વિજાપુર (Vijapur) તાલુકામાં આવેલા જંત્રાલ (Jantral) ગામની દીકરી મેઘના પટેલ (Meghna Patel) ની અમેરિકાના વર્જિનિયા સિટીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મેઘના પટેલ છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને ત્યાં એક સ્ટોરમાં નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. રોજિંદા જીવનની જેમ તેઓ પોતાના કામ પર હતા તે દરમિયાન એક અજાણ્યા શખ્સે તેમની પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે મેઘના પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હુમલાખોરોએ કયા ચોક્કસ કારણોસર આ ગોળીબાર કર્યો તે અંગેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી અને સ્થાનિક પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

પરિવાર દુઃખનો પહાડ તૂટી પડ્યો

આ કરુણ ઘટનાના સમાચાર મળતા જ વિજાપુરના જંત્રાલ અને જામળા (Jamla) ગામમાં ઘેરા શોકની કાલીમા છવાઈ ગઈ છે. મૃતક મેઘના પટેલના પિતા કરસનભાઈ પટેલ (Karsanbhai Patel) અને માતા કપિલાબેન પટેલ (Kapilaben Patel) હાલ જંત્રાલ ગામમાં રહે છે. દીકરીના અકાળે અવસાનના સમાચારથી પિયર પક્ષમાં આક્રંદ છવાઈ ગયું છે. બીજી તરફ, અમેરિકામાં તેમની સાથે રહેતા પતિ ઉપેન્દ્રભાઈ પટેલ (Upendrabhai Patel), પુત્રી નકશીબેન પટેલ (Nakshiben Patel) અને પુત્ર સ્મિત પટેલ (Smit Patel) માથે પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં અમેરિકામાં ગુજરાતીઓની હત્યાની 20થી વધુ ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેને પગલે વિદેશની ધરતી પર ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

Advertisement

આ પણ વાંચો: પટિયાલામાં Medical Student ની હત્યા! રૂમમાંથી મળી લોહીથી લથપથ લાશ

Tags :
Advertisement

.

×