Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadnagar Civil Hospital Suicide Case માં નવો વળાંક, યુવકે પત્ની અને દીકરીની કરી હતી હત્યા!

વડનગર સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે ગઈકાલે એક યુવાને મોતની છલાંગ લગાવી ત્યારે કોઈને અંદાજ નહોતો કે આ આત્મહત્યા (Suicide) પાછળ એક ભયાનક રહસ્ય છુપાયેલું છે. ગિરીશ પરમારના આપઘાત બાદ મળેલી એક ચિઠ્ઠીમાં પત્ની અને પુત્રીની હત્યાનો (Murder) એવો ખુલાસો થયો કે પોલીસ (Police) પણ ચોંકી ઉઠી છે. આ કરુણ ઘટનામાં હવે એક ડરામણો વળાંક (Twist) સામે આવ્યો છે.
vadnagar civil hospital suicide case માં નવો વળાંક  યુવકે પત્ની અને દીકરીની કરી હતી હત્યા
Advertisement
  • Vadnagar Civil Hospital Suicide Case માં નવો ખુલાસો
  • મૃતક ગિરીશ પરમારના આપઘાત કેસમાં સામે આવ્યો ચોંકાવનારો વળાંક
  • વડનગર સિવિલ હોસ્પિટલ પરથી યુવાને લગાવી હતી મોતની છલાંગ
  • યુવાને આપઘાત કરતા પહેલા પત્ની અને પુત્રીની હત્યા કરી

Vadnagar Civil Hospital Suicide Case: મહેસાણા (Mehsana) જિલ્લાના વડનગરમાં ગઈકાલે યુવાને સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ની બિલ્ડિંગ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. ગિરીશ પરમાર નામના આ પરણિત યુવાને વડનગર સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે આપઘાત (Suicide) કરતા ચકચાર મચી હતી. શરૂઆતમાં આ એક સામાન્ય આપઘાતની ઘટના લાગતી હતી. જોકે, પોલીસ તપાસ દરમિયાન આ મામલામાં હવે એક અત્યંત ભયાનક વળાંક (Twist) સામે આવ્યો છે. મૃતક યુવાનની સુસાઇડનોટ (Suicide Note) માંથી પત્ની અને માસૂમ પુત્રીની હત્યા (Double Murder) થઈ હોવાની વિગતો મળી છે.

Vadnagar Civil Hospital Suicide Case_GUJARAT 0

Advertisement

Suicide Note માં હત્યાનો ચોંકાવનારો ઉલ્લેખ

પોલીસ તપાસમાં મળેલી વિગતો મુજબ, ગિરીશ પરમારે મોતને વહાલું કરતા પહેલા એક સુસાઇડ નોટ (Suicide Note) લખી હતી. આ ચિઠ્ઠીમાં તેણે પોતાની પત્ની પ્રિયંકા અને પુત્રી પરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. ગિરીશે પત્ની અને પુત્રીની ક્રૂરતાપૂર્વક હત્યા (Murder) કરી હોવાનો સ્વીકાર કર્યો છે. આ ખુલાસો થતા જ વડનગર પોલીસ (Police) એક્શનમાં આવી છે. આ મામલો હવે માત્ર આપઘાતનો નથી રહ્યો પરંતુ બેવડી હત્યાના ગંભીર ગુનામાં ફેરવાઈ ગયો છે.

Advertisement

આ પણ વાંચો----- Deodar Cow Abuse Case: ગાય સાથે હેવાનીયત કરનાર ગણેશ ટાંટિયાની ધરપકડ, જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ

Shahpur Village: ઘરમાં જ લાશોને દાટી હોવાનો ખુલાસો

ગિરીશ પરમારના આપઘાત કેસમાં (Suicide Case) સૌથી ડરામણી વિગત એ સામે આવી છે કે તેણે પત્ની અને પુત્રીની લાશને પોતાના જ ઘરમાં દાટી દીધી હતી. શાહપુર ગામ (Shahpur Village) સ્થિત તેના મકાનમાં આ ગંભીર કૃત્યને અંજામ આપ્યા બાદ તેણે હોસ્પિટલ જઈને આપઘાત કર્યો હતો. સુસાઇડ નોટમાં આ જગ્યાનો ઉલ્લેખ મળતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Vadnagar Civil Hospital Suicide Case_GUJARAT 01

Vadnagar Police એ ઊંડી તપાસ શરૂ કરી

હાલમાં વડનગર પોલીસે (Vadnagar Police) મૃતક યુવાનના ઘરે પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ મેજિસ્ટ્રેટની હાજરીમાં ઘરમાં ખોદકામ કરી લાશો બહાર કાઢવાની પ્રક્રિયા (Procedure) હાથ ધરી રહી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અસ્પષ્ટ છે. પોલીસ આ મામલામાં પરિવારના અન્ય સભ્યો અને પડોશીઓની પૂછપરછ (Investigation) કરી રહી છે. સમગ્ર મહેસાણા પંથકમાં આ હૃદયદ્રાવક ઘટનાએ ભારે ચર્ચા જગાડી છે.

આ પણ વાંચો----- Deodar Group Clash: દિયોદરના ફોરણા ગામે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, 8 સામે ગુનો દાખલ


Tags :
Advertisement

.

×