વિસનગરમાં કાળજું કંપાવતી ઘટના: કારમાં યુવતી અને તેની સગીર બહેન પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ
Navin Chaudhary Bhalusana: વિસનગરમાં ભાલુસણાના નવીન ચૌધરી નામના શખ્સે વર્ષ 2023થી 3 જૂન 2026 સુધી એક યુવતી અને તેની સગીર બહેનના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી કારમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ ફોટા વાયરલ કરી દેતા આખરે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે BNS, IT એક્ટ અને પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisement
Visnagar Crime: મહેસાણા (Mehsana) જિલ્લાના વિસનગર (Visnagar) શહેરમાંથી માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક નરાધમે યુવતી અને તેની સગીર વયની બહેનને પોતાની હવસનો શિકાર બનાવી છેલ્લા ત્રણ વર્ષથી બ્લેકમેલ (Blackmail) કરી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભાલુસણા (Bhalusana) ગામના નવીન ચૌધરી (Navin Chaudhary) નામના શખ્સે બન્ને બહેનોના અંગત પળોના ફોટા (Photos) પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) કરી દેવાની ક્રૂર ધમકી આપીને તે બન્ને પીડિત બહેનોનું સતત શારીરિક શોષણ કરતો રહ્યો હતો.

