Morbi: મોરબીમાં જળ હોનારતની 47 મી વરસી, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાઈ
મોરબીમાં જળ હોનારતની 47મી વરસી નિમિત્તે આજે મૌન રેલી યોજાઈ હતી. રેલીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ અધિકારીઓ જોડાયા હતા. સ્મૃતિસ્તંભે દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
Advertisement
47th Anniversary of Morbi Water Disaster: મોરબીમાં વર્ષો પહેલા સર્જાયેલી જળ હોનારતની 47મી વરસી નિમિત્તે આજે શહેરમાં મૌન રેલી યોજાઈ હતી. રેલી દ્વારા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

