Morbi Farmers Protest : જેતપરમાં 19 દિવસથી ચાલતા ખેડૂતોના ઉપવાસ આંદોલનનો અંત, પણ લડત ચાલુ રાખવાની જાહેરાત
Morbi Farmers Protest : મોરબીના જેતપરમાં છેલ્લા 19 દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન સરકાર સાથેની સફળ ચર્ચા બાદ સત્તાવાર રીતે સમાપ્ત થયું છે. સંતો, મહંતો અને દીકરીઓના હસ્તે ખેડૂતોના પારણા કરાવવામાં આવ્યા. જોકે, વળતર મુદ્દે સરકારનો પરિપત્ર સ્વીકાર્ય ન હોવાથી ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે ઉપવાસ પૂરા થયા છે, પરંતુ ન્યાય માટેની લડત અને ‘આંદોલન પાર્ટ-3’ હવે શરૂ થશે.
Advertisement
Morbi Farmers Protest : મોરબીના જેતપરમાં છેલ્લા 19 દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આખરે સંતો, મહંતો અને દીકરીઓના હસ્તે પારણાં કરાવતા સત્તાવાર રીતે સમેટાઈ ગયું છે. સરકાર સાથેની સફળ વાતચીત અને આંદોલનકારીઓની માગણીઓ સ્વીકારાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર ઉપવાસનો અંત છે, ન્યાય માટેની તેમની મૂળ લડત હજુ પણ ચાલુ જ રહેશે.

