Morbi News: શાળાએ જતી 4 વિદ્યાર્થિનીઓનો અકસ્માત, એકનું મોત
Morbi News: હળવદના જૂના દેવળિયા ગામમાં ગત મોડી સાંજે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. શાળાએથી અભ્યાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલી ચાર વિદ્યાર્થિનીઓને પૂરઝડપે આવતા બુલેટ ચાલકે અડફેટે લીધી હતી.
Advertisement
Morbi News: હળવદના જૂના દેવળિયા ગામમાં ગત મોડી સાંજે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. શાળાએથી અભ્યાસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલી ચાર વિદ્યાર્થિનીઓને પૂરઝડપે આવતા બુલેટ ચાલકે અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 11 વર્ષીય રોશની ઠાકોર નામની વિદ્યાર્થિનીનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

