Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi Power Line Controversy: ખેડૂતોએ સરકારના આમંત્રણનો અસ્વીકાર કરતા બની બેઠેલા નેતાઓ શંકાના દાયરામાં

મોરબીમાં વીજ વળતર મુદ્દે સરકારે ખુલ્લા મનથી ચર્ચા કરવા કલેક્ટર મારફતે ખેડૂત સમિતિને પત્ર પાઠવી આમંત્રણ આપ્યું છે. પરંતુ બની બેઠેલા નકલી ખેડૂત આગેવાનોએ ૩-૪ દિવસથી આ પ્રક્રિયા નકારી દીધી છે. ટેક્નિકલ અને કાયદાકીય પ્રશ્નોના રૂબરૂ ઉકેલના બદલે, રાજકીય રોટલા શેકવા અને વ્યક્તિગત લાલચ માટે ખેડૂતોને ગુમરાહ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની આશંકા છે.
morbi power line controversy  ખેડૂતોએ સરકારના આમંત્રણનો અસ્વીકાર કરતા બની બેઠેલા નેતાઓ શંકાના દાયરામાં
Advertisement

મોરબી: મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા ખેતરોમાં વીજળીના થાંભલા નાખવા સંદર્ભે ધરણા ચાલી રહ્યા છે. ખેડૂતોની માંગણીઓ બાબતે રાજ્ય સરકાર છેલ્લા 3-4 દિવસથી સતત વાતચીત અને ચર્ચા માટે બોલાવી રહી છે. આ કડીમાં ઊર્જા વિભાગના સંયુક્ત સચિવ આશિષ વાળા દ્વારા કલેક્ટરને પત્ર મોકલીને સત્તાવાર આમંત્રણ  પણ પાઠવવામાં આવ્યું છે. જોકે, આંદોલનકારીઓએ સરકારના આ હકારાત્મક આમંત્રણને નકારી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક મલિન ઈરાદાવાળા તત્વો અને બની બેઠેલા નકલી ખેડૂત આગેવાનો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોટલા શેકવા (Political Gains) માટે ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે અને જાણીજોઈને અરાજકતા ઊભી કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

Tags :
Advertisement

.

×