Morbi: મનપા કચેરીમાં મહિલાઓએ ઠાલવ્યો આક્રોશ, રોડ ક્યારે બનશે?
મોરબીના પટેલનગર અને ખોડિયાર પાર્ક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી બિસ્માર રોડની સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓએ મનપા કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખાડા અને કાદવને કારણે રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો મળતા લોકોમાં રોષ છે, અને હવે તાત્કાલિક રસ્તાના કામની માંગ સાથે લોકોએ આંદોલનની ચીમકી આપી છે.
Advertisement
Morbi News: મોરબી શહેરમાં માર્ગોની અત્યંત દયનીય અને જર્જરિત હાલતને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. આજે પટેલનગર અને ખોડિયાર પાર્ક વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને મહાનગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને સ્થાનિક વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. આ વિરોધ પ્રદર્શને શહેરના માળખાગત સુવિધાઓના અભાવ પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે.

