પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી
આ ચુકાદા બાદ આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, "ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે લડત લડે છે, જે ખૂંચે છે. તેમના પર વારંવાર કેસ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. હકીકતમાં તો તેમણે વનકર્મી અને ખેતરમાલિક વચ્ચે માત્ર સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો." ઇસુદાન ગઢવીએ કહ્યું કે પાર્ટી આ ચુકાદા સામે ઉપલી અદાલત (Higher Court) માં જશે અને તેમને ન્યાયની અપેક્ષા છે.
"ચૈતર વસાવાને તોડી પાડવા માટે અનેક પ્રયાસો"
બીજી તરફ, ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, "અમે લડી લેવાના મૂડમાં છીએ. દિલ્હી અને ગુજરાતની અમારી કાયદાકીય ટીમ (Legal Team) આ મામલે સક્રિય છે. જરૂર પડશે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીશું. ચૈતર વસાવા આદિવાસી સમાજનો અવાજ બન્યા છે અને તેમને તોડી પાડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે."
શું છે સમગ્ર મામલો?
નવેમ્બર 2023 માં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકમાં જંગલની જમીન પર ખેડૂતોના ખેડાણને લઈને વિવાદ થયો હતો. વન વિભાગે આ ખેડાણને ગેરકાયદેસર ગણાવી અટકાવ્યું હતું. આ મામલે મધ્યસ્થી કરવા માટે ચૈતર વસાવાએ વનકર્મીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. આરોપ છે કે ત્યાં કર્મચારીઓ સાથે મારપીટ કરવામાં આવી, ખંડણી (Extortion) માંગવામાં આવી અને તેમને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું હતું. આ ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. કોર્ટે આ કેસમાં 4 મહિલા અને 5 પુરુષો સહિતના તમામ આરોપીઓને દોષિત ઠેરવી 7-7 વર્ષની જેલ અને દંડની સજા સંભળાવી છે. ચૈતર વસાવાને 96 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Narmada News: વનકર્મી પર હુમલા કેસમાં ચૈતર વસાવા દોષિત જાહેર થતાં સાંસદ ધવલ પટેલ શું બોલ્યા?
આ પણ વાંચોઃ Chaitar Vasava Profile: જાણો કોણ છે MLA ચૈતર વસાવા? જેમને રાજપીપળા કોર્ટે વનકર્મીને મારવાના કેસમાં જાહેર કર્યા દોષિત
આ પણ વાંચોઃ Chaitar Vasava found guilty: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો, કોર્ટે જાહેર કર્યા દોષિત!