કોર્ટ કેસ વખતે 'આપ' ક્યાં હતી?
સાંસદ મનસુખ વસાવાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચૈતરભાઈ વસાવા સાથે અન્ય 9 લોકોને જેલ થઈ છે, જેમાં એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. પરંતુ તેમણે 'આપ'ના નેતા ગોપાલ ઇટાલિયા (Gopal Italia) અને તેમની સમગ્ર ટીમ પર સવાલો ઉઠાવતા પૂછ્યું કે "જ્યારે આ સમગ્ર મામલો કોર્ટમાં ચાલુ હતો, ત્યારે આ લોકો ક્યાં હતા? ત્યારે કોઈ સારો વકીલ કેમ ન રાખ્યો કે તેમની ચિંતા કેમ ન કરી?"
કેસ ચાલતો હતો ત્યારે કેમ ન આવ્યા?
તેમણે ઉમેર્યું કે હવે જ્યારે ચૈતર વસાવા જેલમાં છે, ત્યારે દિલ્હી (Delhi) થી નેતાઓ આવી રહ્યા છે અને દિલ્હીના બે તથા ગુજરાતના આઠ વકીલોની ટીમ કેસ લડવાની વાત કરી રહી છે. "જો તમારે ખરેખર મદદ કરવી હતી, તો કેસ ચાલતો હતો ત્યારે કેમ ન આવ્યા?" તેવો વેધક પ્રશ્ન તેમણે કર્યો હતો.
"ચૈતર વસાવા ભોળા છે, તેમને મોહરું બનાવવામાં આવ્યા"
સાંસદ મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે ચૈતર વસાવા એક ભોળા માણસ છે અને આમ આદમી પાર્ટીના લોકો તેમને આગળ કરીને પોતાનો રાજકીય એજન્ડા (Political Agenda) સેટ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ચૈતર વસાવા પોતે પણ જાણે છે કે સરકાર તેમના કામો કરી રહી છે. તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળે છે, જેનો તેમણે પોતે પણ સ્વીકાર કર્યો હતો. તેઓ સરકારના કામોના વખાણ પણ કરતા હતા."
શું AAP પાર્ટી ચૈતર વસાવાને મોહરું બનાવી રહી છે?
સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે, "અમે 15 દિવસ પહેલા એક મંચ પર સાથે હતા અને અમારી વાતો થઈ હતી. તેઓ પોતાની રીતે કામ કરી આગળ વધી રહ્યા હતા, પરંતુ હવે AAP વાળા ખોટો સ્ટન્ટ (Political Stunt) કરી રહ્યા છે. ચૈતર વસાવા મુસીબતમાં હતા ત્યારે 'આપ' પાર્ટી તેમના સમર્થનમાં આવી નહોતી, પણ હવે તેમને મોહરું બનાવીને ગુજરાતમાં પોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટે આ લોકો આ બધું કરી રહ્યા છે." અંતમાં સાંસદ મનસુખ વસાવાએ આ સમગ્ર ઘટનાને પ્રજાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ચૈતર વસાવાને ઈરાદાપૂર્વક જેલમાં મોકલીને રાજકીય ફાયદો ઉઠાવવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Chaitar Vasava Case: ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં, વિધાનસભામાં પહોંચ્યો સજાનો ઓર્ડર
આ પણ વાંચોઃChaitar Vasava News: MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા, હવે શું કરશે AAP નેતાઓ?
આ પણ વાંચોઃ Chaitar Vasava Profile: જાણો કોણ છે MLA ચૈતર વસાવા? જેમને રાજપીપળા કોર્ટે વનકર્મીને મારવાના કેસમાં જાહેર કર્યા દોષિત