Narmada News: ધોધમાર વરસાદ, કાદવિયો રસ્તો અને ઝોલી... 108 ની ટીમે ડેડિયાપાડાના જંગલમાં આ રીતે બચાવ્યો દર્દીનો જીવ! જુઓ VIDEO
Narmada News: નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના જંગલ વિસ્તારમાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ માનવતા અને ફરજપરસ્તીનું અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ હોવા છતાં, કર્મચારીઓએ દર્દીને ઝોલીમાં બેસાડીને પગપાળા એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી નવું જીવન આપ્યું છે.
Advertisement
Narmada News: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી જંગલ વિસ્તારમાં ગઈકાલે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ મુશળધાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારના માર્ગો કાદવ-કીચડથી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર માટે અતિ વિકટ બની ગયા હતા. આ કપરી પરિસ્થિતિ વચ્ચે એક દર્દીની તબિયત લથડતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને કોલ કરવામાં આવ્યો હતો. જોકે, ખરાબ રસ્તા અને કાદવના સામ્રાજ્યને કારણે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકે તેમ નહોતી.

