'સુરતના લોકોને નથી રોકતાં તો સાગબારાના લોકોને પણ ન રોકો', જંગલની જમીન મુદ્દે સાંસદ Mansukhbai Vasava મેદાને
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ અંગે સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામની મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતો સાથે બેઠક યોજી અહિંસક માર્ગે લડત ચાલુ રાખવા અને વન વિભાગ સાથે ઘર્ષણ ન કરવા આહ્વાન કર્યું હતું. સુરતની જેમ સાગબારાના લોકોને પણ જમીન ખેડવા દેવાની માંગ કરી વન વિભાગની ભેદભાવભરી નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો.
Advertisement
Narmada: નર્મદા જિલ્લાના સાગબારા પંથકમાં જંગલની જમીનના ખેડાણને લઈને ઊભો થયેલો વિવાદ હાલ ખૂબ જ ચર્ચાના કેન્દ્રમાં છે. આ ગંભીર મુદ્દે સ્થાનિક ખેડૂતોને ન્યાય અપાવવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા મેદાને આવ્યા છે. ખેડૂતોની વેદના અને સમસ્યાઓને વાચા આપવા માટે તેમણે તાજેતરમાં સાગબારાના ખોપી ગામની રૂબરૂ મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનો અને ખેડૂતો સાથે એક વિસ્તૃત બેઠક યોજી કરી છે, જેમાં સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવી છે.

