Sardar Sarovar Dam: નર્મદા ડેમ 99% ભરાયો, જળસપાટી 138.64 મીટરે સ્થિર, ગુજરાત માટે પાણીની મોટી રાહત
ગુજરાત માટે પાણીની દૃષ્ટિએ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 99% ભરાઈ ગયો છે અને તેની સપાટી 138.64 મીટરે સ્થિર છે. ડેમની મહત્તમ સપાટીથી તે માત્ર 0.04 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 52,873 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં 5,788 MCM લાઈવ સ્ટોરેજ હોવાથી આગામી સમયમાં ગુજરાત માટે સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થાને મોટી રાહત મળી શકે છે.
Advertisement
Sardar Sarovar Dam: ગુજરાતની જીવાદોરી એટલે કે, નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત રહેતા ડેમની સપાટી મહત્તમ સ્તરની નજીક પહોંચી છે. હાલ ડેમની સપાટી 138.64 મીટર નોંધાઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આમ, ડેમ મહત્તમ સપાટીથી માત્ર 0.04 મીટર નીચે છે.

