બિનજરૂરી બવંડર ઊભું કરાયું: Shankersinh Vaghela
શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “મારી ગઈકાલની વાતનું બવંડર ઊભું કરવામાં આવ્યું.” તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક લોકો તેમના નિવેદનને સમજ્યા વગર જ પાછળ પડી ગયા છે. શંકરસિંહ વાઘેલાના આ નિવેદન બાદ ફરી એકવાર રાજકીય ચર્ચા શરૂ થઈ છે.
‘માફી માંગવાનો સવાલ જિંદગીમાં આવતો જ નથી’
પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના નિવેદન અંગે માફી માગવાની શક્યતા સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, “હું જે બોલ્યો છું એ ડંકાની ચોટ પર બોલ્યો છું. માફી માગવાનો સવાલ આવતો જ નથી.” આમ, પોતાના અગાઉના નિવેદનથી પીછેહઠ કરવાને બદલે તેમણે પોતાના શબ્દો પર કાયમ રહેવાનો સંકેત આપ્યો છે.
અનામત મુદ્દે કર્યા હતા પ્રહાર
તેમણે પોતાના નિવેદનનો સંદર્ભ અનામતના મુદ્દા સાથે જોડ્યો હતો. તેમણે કહ્યું કે, “અનામતવાળા સરકારને નથી ગમતા.” સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે તેમનું નિવેદન અનામત વિરોધી સરકારના સંદર્ભમાં હતું. તેમના મતે, આ મુદ્દાને યોગ્ય સંદર્ભમાં જોવાની જરૂર છે.
‘જે સમાજે મેલું ઉપાડ્યું તેનું અનામત વળતર’
અનામત અંગે વધુ વાત કરતા વાઘેલાએ કહ્યું કે, “જે તે વખતે જે સમાજે મેલું ઉપાડ્યું તેનું અનામત વળતર છે.” તેમના આ નિવેદનને લઈને જ રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવેદનનો હેતુ કોઈ ચોક્કસ સમાજનો વિરોધ કરવાનો ન હોવાનું કહ્યું.
‘હું કોઈ સમાજનો વિરોધી નથી’
શંકરસિંહ વાઘેલાએ મહત્વની સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ કોઈ સમાજના વિરોધી નથી. તેમણે જણાવ્યું કે તેમનું નિવેદન કોઈ સમાજને નિશાન બનાવવાના હેતુથી નહોતું, પરંતુ અનામત વિરોધી સંદર્ભમાં હતું. આ સાથે તેમણે પોતાના નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદ પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
આ પણ વાંચોઃ 'હું મહિને 1 લાખ આપીશ તમે મેલું ઉપાડો', પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના નિવેદન પર Kajal Hindusthani નો પલટવાર