ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajasthan માં ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CM કિસાન સન્માન નિધિ યોજનાની વધશે રકમ

Rajasthan માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Sanman Nidhi) યોજનાનો 21મો હપ્તો ટ્રાન્સફર થયા પછી ખેડૂતોને વધુ લાભ થશે. પ્રદેશના ખેડૂતોના ખાતામાં વધુ નાણાં જમા થશે. રાજ્ય સરકાર ખેડૂતોને ભેટ આપવા વિચારણ કરી રહી છે.
04:58 PM Dec 08, 2025 IST | Laxmi Parmar
Rajasthan માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Sanman Nidhi) યોજનાનો 21મો હપ્તો ટ્રાન્સફર થયા પછી ખેડૂતોને વધુ લાભ થશે. પ્રદેશના ખેડૂતોના ખાતામાં વધુ નાણાં જમા થશે. રાજ્ય સરકાર ખેડૂતોને ભેટ આપવા વિચારણ કરી રહી છે.
RAJASTHAN KISAN_GUJARAT_FIRST

Rajasthan સરકાર રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. ખેડૂતોને તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે રાજ્ય સરકાર પ્રદેશના ખેડૂતોને મુખ્યમંત્રી સન્માન નિધિ (Mukhyamantri Kisan Sanman Nidhi) યોજના હેઠળ મળતી સહાયમાં વધારો કરશે. નોંધનીય છે કે, ખેડૂતોના ખાતામાં 21માં હપ્તા તરીકે 2-2 હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ રાજ્યના 74 લાખ ખેડૂતોને લાભ મળ્યો હતો. હવે રાજ્ય સરકાર પણ ખેડૂતોને આર્થિક મદદમાં વધારો કરવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો- Electricity Bill ઘટાડવા માટે ભારત સરકારનો માસ્ટર પ્લાન, AIની લેવાશે મદદ

Rajasthan ના ખેડૂતોના ખાતામાં જમા કરાશે વધારાના 3-3 હજાર રૂપિયા

PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે. જેમાં ખેડૂતોને વર્ષમાં ત્રણવાર 2-2 હજાર રૂપિયાનો હપ્તો (Installment) ચૂકવવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, રાજસ્થાનની ભજનલાલ શર્મા (Bhajanlal sharma) સરકાર પ્રદેશમાં (CM) મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અલગથી ચલાવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં 9 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. તેના માટે વર્ષમાં ત્રણ વખત 3-3 હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં સીધો ટ્રાન્સફર (Transfer) કરવામાં આવે છે. હવે 9 હજારની સહાયમાં 3 હજારની રકમ વધારવાની દિશામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિચારણા કરી રહ્યા છે. એટલે કે રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત સીએમ યોજના હેઠળ પણ વર્ષમાં 12 હજાર (12 thousand) રૂપિયાની સરકારી સહાયનો લાભ મળશે.

CM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 4 હપ્તા ચૂકવાયા

રાજ્યમાં અત્યાર સુધી મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ચાર હપ્તા રિલિઝ (Release) કરવામાં આવ્યા છે. 18 ઓક્ટોબરે દરેક ખેડૂતોના ખાતામાં નક્કી કરાયેલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. કેન્દ્રીય યોજના હેઠળ 21મો હપ્તો રિલિઝ કર્યા પછી રાજ્યના ખેડૂતો સીએમ યોજનાના પાંચમાં હપ્તાની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.

ક્યા ખેડૂતોને યોજનાનો લાભ મળવા પાત્ર નથી

જેમણે અત્યાર સુધી ફાર્મર આઈડી (Farmer ID) નથી બનાવી, તેવા ખેડૂતોને યોજનામાંથી બાકાત રાખવામાં આવશે. આ સિવાય જે ખેડૂતોને કેન્દ્રીય સરકારની યોજનાનો 21માં હપ્તાનો લાભ નથી મળ્યો, તેમને પણ ઝટકો લાગી શકે છે.

આ પણ વાંચો- વિશ્વમાં વધુ એક યુદ્ધ : થાઈલેન્ડે કંબોડિયા પર Air Strike કરી, 1 સૈનિકનું મોત

Tags :
Chief Minister Kisan Samman NidhiFarmer IDGujarat FirstRajasthan
Next Article