Bengaluru Murder: બેંગલુરુમાં યુવતીની હત્યા બાદ કર્યા 32 ટુકડા, ફ્રિઝમાંથી મળ્યો મૃતદેહ
- બેંગલુરુમાં એક ધ્રૂજાવીદેનારી ઘટના સામે આવી
- 29 વર્ષની મહિલાની હત્યા બાદ 32 ટુકડા કર્યા
- મૃતદેહના ટુકડા કરી તેના ઘરની અંદર ફ્રીઝરમાંથી મળ્યા
Bengaluru Murder Case : બેંગલુરુમાં એક ધ્રૂજાવીદેનારી ઘટના સામે આવી છે. એક 29 વર્ષની મહિલાની હત્યા (Bengaluru Murder Case) કરીને તેના મૃતદેહના 32 ટુકડા કરી ફ્રિજમાં રાખી દીધા. આ કારમી હત્યાથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે મહિલાની હત્યા અંદાજિત 4-5 દિવસ પહેલા જ થઈ છે. પોલીસે જણાવ્યું કે, ક્રાણ સીન મૃતક મહિલના મૃતદેહના ટુકડા તેના ઘરની અંદર રાખેલા એક ફ્રીઝરમાં મળ્યા. જણાવાય રહ્યું છે કે, મૃતક મહિલા કોઈ બીજા રાજ્યની રહેવાસી હતી.
પોલીસે શું જણાવ્યું?
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમ હાલ તપાસમાં લાગી ગઈ છે. અધિકારીએ જણાવ્યું કે, આ હત્યા પાછળનો ઉદ્દેશ્ય અને શંકાસ્પદો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. બેંગલુરુ પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, મૃતક બીજા રાજ્યની રહેવાસી હતી, પરંતુ તે હાલમાં પોતાના પરિવાર સાથે બેંગલુરુમાં જ રહેતી હતી.
#Breaking
A young woman was allegedly murdered, chopped into pieces and her body was kept in a fridge at Vyalikaval near Veeranna Bhavan in Malleswaram, Bengaluru.
Incident sounds similar to Shraddha Walker murder case. @BlrCityPolice pic.twitter.com/aZW0zTlKJj— Elezabeth Kurian (@ElezabethKurian) September 21, 2024
કેવી રીતે આ મામલો સામે આવ્યો?
આ ચોંકાવનારી ઘટના દુર્ગંધના કારણે બની હોવાનું બહાર આવ્યું હતું. વીરન્ના રોડ પરના ઘરમાંથી તીવ્ર વાસ આવી રહી હતી. આવી સ્થિતિમાં વિસ્તારના લોકોએ પોલીસને જાણ કરી હતી. આના પર પોલીસ ત્યાં પહોંચી અને ઘરનો દરવાજો તોડીને અંદર ગયા તો ફ્રિજમાં ખરાબ હાલતમાં એક મૃતદેહ જોયો. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવે છે કે 4 કે 5 દિવસ પહેલા તેણીની હત્યા કરવામાં આવી હશે અને શક્ય છે કે હત્યારાએ લાશના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હોય, જેથી હત્યારાને ભાગવાનો સમય મળે.
આ પણ વાંચો -લગ્નની લાલચ આપી 50 થી વધુ વિધવા અને મહિલા ન્યાયાધીશ સાથે પણ....
જ્યારે દિલ્હીની આ ઘટનાએ સમગ્ર દેશમાં હડકંપ મચાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, 2022માં દિલ્હીના મેહરોલીમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. અહીં આફતાબ પૂનાવાલ નામના એક વ્યક્તિએ પોતાની પ્રેમિકા શ્રદ્ધા વૉકર નામની યુવતીની હત્યા કરીને તેના મૃતદેહના 36 ટુકડા કર્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.