Meerutમાં હાથરસ જેવો અકસ્માત, પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગમાં અનેક મહિલાઓ અને વૃદ્ધો દટાયા, લાખો ભક્તો પહોંચ્યા હતા
- મેરઠમાં કથાકાર Pandit Pradeep Mishraની કથામાં નાસભાગ થઇ
- નાસભાગમાં એકબીજાની ઉપર પડી જતાં 4 મહિલાઓ ઘાયલ
- કાર્યક્રમના પ્રવેશદ્વાર પર કેટલાક લોકોના ઝઘડાને કારણે અકસ્માત
યુપીના મેરઠમાં આજે કથાકાર Pandit Pradeep Mishraના કાર્યક્રમમાં નાસભાગ થઇ ગઈ છે. આ અકસ્માતમાં ચાર મહિલાઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મેરઠમાં કથાકાર પ્રદીપ મિશ્રા દ્વારા શિવ મહાપુરાણની કથા કરવામાં હતી જેમાં અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ હતી તેમાં એસપી સિટી આયુષ બિક્રમ સિંહે કહ્યું કે કેટલીક મહિલાઓ ઘાયલ થઈ છે. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મેરઠમાં શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ
તાજેતરમાં મેરઠમાં શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આજે શુક્રવારે કાર્યક્રમ દરમિયાન હોબાળો થયો હતો. આ ઘટના બનતા મેરઠના એસએસપીએ કહ્યું કે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. કથાના પ્રવેશદ્વાર પર થયેલા હંગામાને કારણે નાસભાગની ઘટના પ્રકાશમાં આવી છે. પરતાપુરના શતાબ્દી નગર સેક્ટર 4માં મહા શિવપુરાણ કથા ચાલી રહી છે. Pandit Pradeep Mishraની કથાબાદ મેરઠમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં ઘણી મહિલાઓ અને વૃદ્ધ લોકો દટાઈ ગયા હતા. કથા સ્થળના એન્ટ્રી ગેટ પર નાસભાગ મચી જવાને કારણે આ અકસ્માત થયો હતો. મેરઠના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમજ એસએસપીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે તેમજ કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોને સામાન્ય ઈજા થઈ છે. આજે કથાનો છઠ્ઠો દિવસ છે. કથા દરરોજ બપોરે 1 વાગે શરૂ થાય છે.
આ પણ વાંચો: Banaskantha: પાલનપુરના 2 ઓપરેટરોએ કર્યું Aadhaar cardમાં સેટિંગ, મોટું કૌભાંડ સામે આવવાની સંભાવના
લગભગ 1 હજાર પોલીસકર્મીઓ અહીં ફરજ પર હતા
ઉલ્લેખનીય છે કે દરરોજ લગભગ 1 લાખ ભક્તો કથા સાંભળવા આવે છે, બે કલાક પછી આ સંખ્યા 1.5 લાખની નજીક પહોંચી જાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાઉન્સરોએ એન્ટ્રી ગેટ પર અંદર જતી મહિલાઓને રોકી હતી અને આ દરમિયાન મારામારી શરૂ થઈ ગઈ હતી. અચાનક ભીડ વધી જવાને કારણે અહીં નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, શતાબ્દીનગરમાં શ્રી કેદારેશ્વર સેવા સમિતિ દ્વારા 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર દરમિયાન Pandit Pradeep Mishraની શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા બપોરે 1 થી 4 દરમિયાન થાય છે. જ્યાં માત્ર મેરઠ જ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓ અને અનેક રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ પહોંચે છે.
કથાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
કથાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લગભગ 1 હજાર પોલીસકર્મીઓ અહીં ફરજ પર હતા. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે હંગામાને કારણે કેટલીક મહિલાઓ એક બીજાની ઉપર પડી જાય છે. ત્યાં હાજર લોકો પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. ડીએમ દીપક મીણાએ કહ્યું કે કાર્યક્રમના એન્ટ્રી ગેટ પર કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હોવાના સમાચાર હતા. જેના કારણે કેટલીક મહિલાઓ એકબીજા પર પડી હતી. બધી વસ્તુઓ નિયંત્રણમાં છે. પોલીસ ફોર્સ ઘટના સ્થળે તૈનાત છે. આ કાર્યક્રમ માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવામાં આવી હતી.