Andhra Pradesh: આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 21 લોકોના મોતની પુષ્ટિ
આંધ્રપ્રદેશ રાજ્યમાં મોટી ભયંકર દુર્ઘટના થઈ છે. કાકીનાડા જિલ્લાના વેટલાપાલેમમાં એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો, આ દુર્ઘટનામાં 20થી લોકોના મોત થયા છે. જ્યારે ફેક્ટરીમાં કામ કરતા 6 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
Advertisement
- Andhra Pradesh: કાકીનાડા ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ
- ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં 20થી વધુ લોકોના થયા મોત
- 6લોકો ગંભીર રીતે ઘાયલ થયા, મુખ્યમંત્રીએ તાત્કાલિક મદદનો આદેશ આપ્યો
Andhra Pradesh: આંધ્રપ્રદેશ રાજ્યમાં ફટાકડા બનાવતી ફેક્ટરી (Fireworks factory) દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ દુખદ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા 21 લોકોના મોત (21 people died) થયાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટના કાકીનાડા જિલ્લાના સમલકોટ મંડલ (Samalkot mandal of Kakinada district) ના વેટલાપાલેમમાં થઈ છે. જેમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 20 થી વધુ લોકો હાજર હતા.

