Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Assembly Elections:જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા તારિક હમીદ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા તારિક હમીદ Assembly Elections:જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી(Assembly Elections)ની તારીખો જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે (Congress)જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીની...
assembly elections જમ્મુ કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા તારિક હમીદ
Advertisement
  1. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
  2. વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય
  3. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા તારિક હમીદ

Assembly Elections:જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી(Assembly Elections)ની તારીખો જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે (Congress)જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીની કમાન તારિક હમીદને સોંપી છે. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ તારિક હમીદ બન્યા છે. રમણ ભલ્લા અને તારાચંદને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. તારીખોની જાહેરાત સાથે તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. આ સંદર્ભમાં કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીની કમાન તારિક હમીદ કારાને સોંપી છે. તેમને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સાથે રમણ ભલ્લા અને તારાચંદને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Central Cabinet: કેન્દ્રીય સચિવાલયમાં મોટો ફેરબદલ,આરકે સિંહ નવા સંરક્ષણ સચિવ બન્યા

જમ્મુ અને કાશ્મીર પીસીસીના પ્રમુખ અને કાર્યકારી અધ્યક્ષોની નિમણૂક

કોંગ્રેસે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર પીસીસીના પ્રમુખ અને કાર્યકારી અધ્યક્ષોની નિમણૂક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવી છે. તારિક હમીદ કારાને પીસીસી પ્રમુખ, તારાચંદ અને રમણ ભલ્લાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. વકાર રસૂલ વાનીના સ્થાને તારિક હમીદનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના કાયમી આમંત્રિત સભ્ય હતા. હવે તેને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. વકાર રસૂલ વાનીને વર્કિંગ કમિટીના ખાસ આમંત્રિત સભ્ય બનાવવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં 90 બેઠક

  1. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બર
  2. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બર
  3. ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબર
  4. મતણતરી 4 ઓક્ટોબરે થશે

Tags :
Advertisement

.

×