સાવધાન રહેજો! આવી રહ્યું છે વધુ એક ભયંકર વાવાઝોડું
દેશમાં ચોમાસા (Monsoon) ની એન્ટ્રી થઇ ગઇ છે. ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદ (Heavy Rain) ની સંભાવના છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે, બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમ લોપર (Lopar) નામના વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે. IMD અનુસાર, આ સિસ્ટમ છેલ્લા છ કલાકમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી છે.
આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના
ચોમાસાની ટ્રફ હાલમાં સક્રિય છે અને તેની સામાન્ય સ્થિતિ દક્ષિણે આવેલી છે. આગામી 2-3 દિવસ સુધી આ સ્થિતિમાં રહેવાની ધારણા છે. દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી વિસ્તરેલો અન્ય એક ટ્રફ સમુદ્રના તળ પર હાજર છે. આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર વિસ્તારને અસર કરી રહ્યું છે. IMD અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, દક્ષિણ આંતરિક કર્ણાટક, કોસ્ટલ કર્ણાટક અને વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન કેરળ, તટીય આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા અને છત્તીસગઢમાં વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
બિહાર અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. IMDએ તેના બુલેટિનમાં જણાવ્યું છે કે 21 જુલાઈએ પૂર્વ રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં 22 અને 23 જુલાઈએ અને ઉત્તરાખંડમાં 20-22 જુલાઈ દરમિયાન આવી સ્થિતિ રહેશે. આગામી 4-5 દિવસ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: Mumbai ભારે વરસાદના પાણીમાં ગરકાવ, તંત્ર એલર્ટ..