Bihar News : બિહાર રાજકારણમાં મોટો ઉલટફેર! નીતીશ કુમારની એક્ઝિટ અને નિશાંતની એન્ટ્રી! જાણો અંદરની વાત
- બિહાર (Bihar) ના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત
- નીતીશ કુમાર (Nitish Kumar) જઈ શકે છે રાજ્યસભામાં
- પુત્ર નિશાંત (Nishant Kumar) બની શકે છે ડેપ્યુટી CM
- રાજ્યસભા ચૂંટણી પહેલા બિહારમાં નવા સમીકરણોની તૈયારી
Bihar News : બિહાર (Bihar) ના રાજકારણને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બિહારના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) રાજ્યસભામાં ચૂંટાઈ શકે છે. તેમના પુત્ર નિશાંત કુમાર (Nishant Kumar) ને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. આ સમાચારને સૂત્રોએ ટાંકીને જણાવ્યું છે.
બિહાર (Bihar) ના રાજકારણમાં મોટો ઉલટફેર
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યના રાજકારણમાંથી રાષ્ટ્રીય સ્તરે જઈ શકે છે. તેઓ બિહારના મુખ્યમંત્રી પદ પરથી હટીને રાજ્યસભાના સભ્ય બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
પુત્ર નિશાંત કુમારની રાજકીય એન્ટ્રી
નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર અત્યાર સુધી સક્રિય રાજકારણથી દૂર રહ્યા છે, પરંતુ તાજેતરમાં, નિશાંત કુમારના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચાઓ તેજ બની છે. સુત્રોના જણાવ્યા મુજબ તેમને બિહારના ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યમંત્રી) બનાવવામાં આવી શકે છે. JDUના નેતાઓ દ્વારા પણ નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી અંગે પુષ્ટિ કરવામાં આવી રહી હોય તેવું જણાય છે.
નિશાંતને રાજ્યસભામાં કેમ મોકલવામાં નથી આવતા?
અહેવાલો અનુસાર, JDU તરફથી નીતિશ કુમારના પુત્ર નિશાંતના રાજ્યસભા બેઠક માટે ઉમેદવારી પત્રો હજુ તૈયાર થયા નથી. તેથી, સૂત્રો સૂચવે છે કે નીતિશ કુમાર રાજ્યસભામાં જઈ શકે છે અને નિશાંતને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.
જેડીયુના વરિષ્ઠ નેતા શ્રવણ કુમારે આપી હતી માહિતી
બિહાર સરકારના મંત્રી અને જેડીયુના વરિષ્ઠ નેતા શ્રવણ કુમારે મંગળવારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંતના રાજકારણમાં પ્રવેશની પુષ્ટિ થઈ ગઈ છે અને જેડીયુ ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત કરશે. શ્રવણ કુમારે જણાવ્યું હતું કે, "હોળીના અવસર પર, હું તમને જણાવવા માંગુ છું કે મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર, જેમનું નામ ઘણા સમયથી રાજ્યભરમાં ચર્ચામાં છે, તે ટૂંક સમયમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે. આ પગલું ઘણા યુવાનોની લાંબા સમયથી ચાલતી ઇચ્છાને પૂર્ણ કરશે જેઓ તેમને રાજકારણમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. હું તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું,"
#WATCH | Patna | Bihar Minister Shrawon Kumar says, “The excitement is seen not only in JD(U) but also in the progressive youth of Bihar. Nishant Kumar (son of Nitish Kumar) is coming to Bihar on the occasion of Holi. We welcome him to come and take charge of the party and meet… pic.twitter.com/3TfgFavSi2
— ANI (@ANI) March 4, 2026
રાજ્યસભાની ચૂંટણી
બિહારમાં રાજ્યસભાની 5 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો હવે માત્ર એક જ દિવસ બાકી છે, છતાં હજુ સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર ન થતા આ અટકળોને વધુ વેગ મળ્યો છે.
#WATCH | Patna, Bihar | On CM Nitish Kumar's son Nishant Kumar, Bihar BJP President Sanjay Saraogi says, "Nishant Kumar is a young and hardworking leader and he should also step into politics... pic.twitter.com/oBaOMYAphc
— ANI (@ANI) March 3, 2026
કેમ આ ફેરફાર થઈ રહ્યો છે?
બિહાર (Bihar) ના રાજકારણમાં સત્તાનું નવું સમીકરણ રચવાની તૈયારીઓ ચાલી રહી છે. જો નીતીશ કુમાર કેન્દ્રમાં જાય, તો બિહારમાં સત્તાની કમાન નવા ચહેરાઓને સોંપવામાં આવી શકે છે, જેમાં તેમના પુત્રની ભૂમિકા મહત્વની રહેશે.
આમ બિહારમાં આગામી સમયમાં સત્તા પરિવર્તન અને પરિવારવાદના નવા અધ્યાયની શરૂઆત થઈ શકે છે. જોકે, આ અંગેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
આ પણ વાંચો : પશ્ચિમ એશિયામાં તણાવ વધતા મોદી સરકાર એક્શન મોડમાં, ભારતીયોની મદદ માટે હેલ્પલાઇન અને સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરાયા!


