BIHAR : બે યુવકોની ગોળી મારી કરાઇ હત્યા, નહેર પાસેથી મળી લાશ
બિહારમાંથી હવે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિહારમાં બે યુવકોની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. બિહારના સારસામાં ગુરુવારે સવારે બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતીના અનુસાર, બે યુવકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ઘટના સ્થળ ઉપરથી કિઓસ્ક અને એક બાઇક પણ મળી આવી છે. પોલીસને વિક્રમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરના કિનારેથી યુવકના મૃતદેહ મળી આવ્યા છે. જો કે પોલીસને હજી મૃતકો વિશે કોઈ જાણકારી મળી આવી નથી. ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો
ગોળી મારી કરાઇ હત્યા
સમગ્ર ઘટના વિશે પોલીસ અધિકારી દ્વારા જાણકારી મળી હતી કે, ગામલોકોની સૂચના પર પોલીસ દ્વારા ધારુપુરના કરિયાવા નહેરના પુલ પાસેથી બે યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બંને યુવકોની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે, બંનેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતદેહ પાસેથી શેલ કેસીંગ્સ પણ મળી આવ્યા હતા. જો કે પોલીસને હજી પણ મૃતકોની ઓળખ થઈ શકી નથી.
શરીર પર તીક્ષ્ણ હથિયારથી કાપવાના પણ નિશાન
પોલીસના જણાવ્યા અનુસાર શરીર પર તીક્ષ્ણ હથિયારથી કાપવાના નિશાન છે. પોલીસે ઘટનાસ્થળેથી થોડે દૂર એક બાઇક પણ કબજે કરી છે. કુમાર સંજયે જણાવ્યું કે પોલીસે મૃતદેહને કબજે કરીને તપાસ શરૂ કરી છે.આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે FSSL ની ટીમને પણ બોલાવવામાં આવી છે. મૃતકની ઓળખ માટે નજીકના પોલીસ સ્ટેશનોને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : અયોધ્યામાં CM યોગીની થશે ફરી પરીક્ષા