Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસ કરતાં BRSને મળ્યું વધુ દાન, BJPને 2244 કરોડ રૂપિયા મળ્યા... જુઓ કઈ પાર્ટીને કેટલું ડોનેશન મળ્યું

આ વર્ષે ભાજપને કોંગ્રેસ કરતાં 776.82% વધુ દાન મળ્યું છે. ભાજપે 2023-24માં સૌથી વધુ રૂ. 2,244 કરોડનું દાન મેળવ્યું છે.
કોંગ્રેસ કરતાં brsને મળ્યું વધુ દાન  bjpને 2244 કરોડ રૂપિયા મળ્યા    જુઓ કઈ પાર્ટીને કેટલું ડોનેશન મળ્યું
Advertisement
  • કોંગ્રેસ કરતાં BRSને વધુ દાન મળ્યું
  • BJPને 2244 કરોડ રૂપિયા મળ્યા
  • ભાજપને કોંગ્રેસ કરતાં 776.82% વધુ દાન મળ્યું છે
  • દાનના હિસાબમાં ચૂંટણી બોન્ડ સામેલ નથી
  • પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી આવ્યું દાન

આ વર્ષે ભાજપને કોંગ્રેસ કરતાં 776.82% વધુ દાન મળ્યું છે. ભાજપે 2023-24માં સૌથી વધુ રૂ. 2,244 કરોડનું દાન મેળવ્યું છે, જ્યારે તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ ચંદ્રશેખર રાવની પાર્ટી BRS બીજા ક્રમે છે, જેને રૂ. 580 કરોડનું દાન મળ્યું હતું.

ભાજપને મળ્યુ સૌથી વધુ દાન

ભારતીય જનતા પાર્ટી માટે આ વર્ષ ના માત્ર ચૂંટણી પરિણામોની દૃષ્ટિએ સુખદ રહ્યું, પરંતુ પાર્ટીના બેંક ખાતામાં જંગી દાન પણ આવ્યુ છે. ભાજપને 2023-24માં લોકો, ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહો તરફથી દાન તરીકે રૂ. 2,244 કરોડ મળ્યા છે, જે 2022-23માં મળેલા દાન કરતાં ત્રણ ગણા વધુ છે. બીજી તરફ, કોંગ્રેસને 2023-24માં લગભગ 289 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે ગયા વર્ષે તેને 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ બંનેને પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી સૌથી વધુ દાન મળ્યું હતું. તેણે ભાજપને રૂ. 723 કરોડ અને કોંગ્રેસને રૂ. 156 કરોડ દાન આપ્યુ હતુ. સાદી ભાષામાં કહીએ તો, 2023-24માં ભાજપનું લગભગ ત્રીજા ભાગનું દાન અને કોંગ્રેસનું અડધાથી વધુ દાન પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી આવ્યું હતું.

Advertisement

દાનના હિસાબમાં ચૂંટણી બોન્ડ સામેલ નથી

2022-23માં પ્રુડન્ટને સૌથી વધુ દાન આપતી સંસ્થાઓમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રા લિમિટેડ, સીરમ ઈન્સ્ટિટ્યૂટ, આર્સેલર મિત્તલ ગ્રુપ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા તેમના દાનના હિસાબમાં ચૂંટણી બોન્ડ સામેલ નથી. નિયમો અનુસાર, રાજકીય પક્ષોએ આ વિગતો ફક્ત તેમના વાર્ષિક ઓડિટ અહેવાલમાં જાહેર કરવાની હોય છે યોગદાન અહેવાલમાં નહીં. ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી. ત્યારથી, રાજકીય પક્ષો માટે ભંડોળનો સૌથી મોટો સ્ત્રોત સીધા નાણાં અથવા ચૂંટણી ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત નાણાં છે.

Advertisement

પ્રાદેશિક પક્ષોને આટલું દાન મળ્યું

જો કે, કેટલાક પ્રાદેશિક પક્ષોએ 2023-24 માટેના તેમના યોગદાન અહેવાલોમાં સ્વેચ્છાએ ચૂંટણી બોન્ડ દ્વારા તેમની રસીદો જાહેર કરી છે. તેમાં BRSનો સમાવેશ થાય છે, જેને બોન્ડમાં રૂ. 495.5 કરોડ મળ્યા હતા; ડીએમકેને રૂ. 60 કરોડ અને વાયએસઆર કોંગ્રેસને રૂ. 121.5 કરોડ મળ્યા છે. જેએમએમને બોન્ડ દ્વારા રૂ. 11.5 કરોડ મળ્યા હતા. ભાજપે પાછલા વર્ષની સરખામણીમાં 2023-24માં તેના યોગદાનમાં 212% નો વધારો નોંધાવ્યો હતો, જો કે આ અસામાન્ય નથી કારણ કે, તે સામાન્ય ચૂંટણી પહેલાનું વર્ષ હતું. 2019ની સામાન્ય ચૂંટણીના એક વર્ષ પહેલા 2018-19માં ભાજપને 742 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 146.8 કરોડ રૂપિયા મળ્યા હતા. ભાજપને ચૂંટણી ટ્રસ્ટ દ્વારા રૂ. 850 કરોડ મળ્યા, જેમાંથી રૂ. 723 કરોડ પ્રુડન્ટ પાસેથી, રૂ. 127 કરોડ ટ્રાયમ્ફ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાંથી અને રૂ. 17.2 લાખ એંગેજિંગ ઈલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી મળ્યા.

ભાજપને ફ્યુચર ગેમિંગમાંથી પણ પૈસા મળ્યા

કોંગ્રેસને ટ્રસ્ટ દ્વારા રૂ. 156 કરોડથી વધુની રકમ મળી હતી, જોકે અહીં પ્રુડન્ટ એકમાત્ર દાતા હતા. પ્રુડન્ટે આ વર્ષે સત્તા ગુમાવનાર BRS અને YSR કોંગ્રેસને 2023-24માં અનુક્રમે રૂ. 85 કરોડ અને રૂ. 62.5 કરોડનું દાન આપ્યું હતું. આંધ્રપ્રદેશની વર્તમાન સત્તાધારી પાર્ટી ટીડીપીને પ્રુડન્ટ પાસેથી 33 કરોડ રૂપિયા મળ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ભાજપને 2023-24માં સેન્ટિયાગો માર્ટિનની કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસિસ તરફથી 3 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જેને ભારતના 'લોટરી કિંગ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ફ્યુચર ગેમિંગ સૌથી મોટું દાન આપનાર હતું. જેનાથી તૃણમૂલ કોંગ્રેસને સૌથી વધુ ફાયદો થયો હતો. માર્ટિન કથિત મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આવકવેરા વિભાગની દેખરેખ હેઠળ છે.

આ પણ વાંચો:  દિલ્હીમાં ગાઢ ધુમ્મસનો પ્રકોપ! અવધ-આસામ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનોનો ટાઈમ-ટેબલ ખોરવાયો

Tags :
Advertisement

.

×