ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indigo Flight Crisis પર દિલ્લી હાઈકોર્ટના સરકારને સવાલ, 39 હજાર સુધી કેવીરીતે પહોંચ્યું ભાડું?

દેશભરમાં ઈન્ડિગો ફલાઈટની સમસ્યાને લઈને દિલ્લી હાઈકોર્ટે સરકાર સામે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સરકારને સવાલ કર્યા કે, 5 હજારનું ભાડું 39 હજાર સુધી કેવીરીતે પહોંચી ગયું?. આ સાથે જ હાઈકોર્ટે કેટલીક બાબતોને નિયંત્રણમાં લાવવા માટે આદેશ પણ આપ્યા છે.
03:27 PM Dec 10, 2025 IST | Laxmi Parmar
દેશભરમાં ઈન્ડિગો ફલાઈટની સમસ્યાને લઈને દિલ્લી હાઈકોર્ટે સરકાર સામે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સરકારને સવાલ કર્યા કે, 5 હજારનું ભાડું 39 હજાર સુધી કેવીરીતે પહોંચી ગયું?. આ સાથે જ હાઈકોર્ટે કેટલીક બાબતોને નિયંત્રણમાં લાવવા માટે આદેશ પણ આપ્યા છે.
Indigo Flight Crisis_GUJARAT_FIRST

Indigo Flight Crisis ને લઈને દિલ્લી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. જનહિતમાં કરાયેલી એક અરજીને લઈને દિલ્લી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકાર પાસથી કેટલાક સવાલોના જવાબ માગ્યા. હાઈકોર્ટે ઈન્ડિગો ફ્લાઈટ્સ કેન્સલ થવાથી ભાડામાં થયેલા ધરખમ વધારા પાછળનું કારણ પૂછ્યું. સાથે જ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે, હાલ દેશમાં હવાઈ સેવામાં થયેલી ઉથલપાથલને કાબૂમાં કરે.

આ પણ વાંચો- Donald Trump એ H-1B, H-4 વીઝામાં અરજદારોની સમસ્યા વધારી, ‘સોશિયલ મીડિયા એકાઉન્ટ સાર્વજનિક કરો’

દિલ્લી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવીને સવાલો કર્યા

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યા કે, ઈન્ડિગો ક્રાઈસીસ વચ્ચે અન્ય ફ્લાઈટના ભાડામાં વધારો કેવીરીતે થયો. 5 હજારનું ભાડું 39 હજાર રૂપિયા સુધી કેવીરીતે પહોંચી ગયું. કોર્ટે પૂછ્યું કે, સરકારે ભાડામાં થતો વધારો કેમ ના રોક્યો. સમસ્યા સર્જાયા પછી ફસાયેલા મુસાફરોની મદદ માટે તાત્કાલિક પગલા કેમ ભરવામાં નહોતા આવ્યા. આવી સ્થિતિ કેમ સર્જાઈ, કોર્ટે સરકાર પાસેથી તેનું કારણ માગ્યું હતું. ચીફ જસ્ટિસે એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માને કહ્યું કે, ઈન્ડિગોની સમસ્યા ઉભી થઈ ત્યારે તમે શું કર્યું. તમે સ્થિતિને બગડવા કેમ દીધી. ચેતન શર્માએ જવાબ આપ્યો કે, આ મારા કામ કરવાની વાત નથી, પરંતુ ઈન્ડિગોની નિષ્ફળતાની વાત છે. કોર્ટે એરલાઈન્સની સમસ્યા માટે જવાબદાર કોણ તેવો પણ સવાલ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે, આ માત્ર મુસાફરોનો સવાલ નથી. દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે.

અન્ય એરલાઈન્સને તકનો લાભ કેમ ઉઠાવવા દીધોઃ દિલ્લી હાઈકોર્ટ

સમસ્યા વચ્ચે અન્ય એરલાઈન્સએ ટિકિટમાં વધારેલી કિંમત અંગે કોર્ટે કહ્યું કે, જે ટિકિટ પહેલા 5 હજારમાં મળતી હતી. તેની કિંમત 35 હજારથી 39 હજાર સુધી કેવી રીતે થઈ ગઈ. જો પરિસ્થિતિ ગંભીર હતી તો અન્ય કંપનીઓને તેનો લાભ લેવાની મંજૂરી કેવીરીતે મળી ગઈ. ચેતન શર્માએ જવાબ આપ્યો કે, સરકારે તમામ વ્યવસ્થા કરી હતી. ખાસ કરીને વૃદ્ધો અને બીમાર યાત્રીઓના હિતોને ધ્યાનમાં રાથીને કામગીરી કરવામાં આવી છે.

અન્ય એરલાઈન્સની મનમાની રોકવાનો હાઈકોર્ટે આદેશ કર્યો

મનસ્વી રીતે ભાડું ઉઘરાવતી એર કંપનીને રોકવા માટે દિલ્લી હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ભાડું નિયંત્રણ કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ફ્લાઈટ ક્રાઈસિસમાં યાત્રીઓને પડતી અસુવિધા અંગે જનહિતમાં PIL દાખલ થઈ હતી. જેમાં ભાડામાં થયેલા ધરખમ વધારાનો પણ ઉલ્લેખ કરાયો હતો. કોર્ટે અરજીમાં પર્યાપ્ત રિસર્ચ અને ડોક્યુમેન્ટેશનમાં ખામીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ સ્થિતિની ગંભીરતા જોઈને નોંધ પણ લીધી હતી. આ મામલામાં તત્કાલ સુનાવણી માટે કોર્ટે ઈનકાર કરી દીધો હતો.

આ પણ વાંચો- Plane Crash: હાઈવે પર ક્રેશ લેન્ડિંગ વખતે કારથી ટકરાયું વિમાન, દુર્ઘટનાનો જુઓ Live Video

Tags :
Delhi-High-CourtFlight CrisisGurat FirstIndigo
Next Article