Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

જમ્મુમાં ખળભળાટ: Farooq Abdullah અને Dy CM Surinder Choudhary પર અંધાધૂંધ ફાયરિંગ

Jammu News: જમ્મુ (Jammu) ની હોટલ રોયલ પાર્ક (Hotel Royal Park) માં એક લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલામાં ડેપ્યુટી CM સુરિંદર ચૌધરી (Surinder Choudhary) ને છરા વાગતા સામાન્ય ઈજા થઈ છે, જ્યારે પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) સુરક્ષિત છે. પોલીસે હુમલાખોર કમલ સિંહ જમવાલ (Kamal Singh Jamwal) ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
જમ્મુમાં ખળભળાટ  farooq abdullah અને dy cm surinder choudhary પર અંધાધૂંધ ફાયરિંગ
Advertisement
  • હાઈ-પ્રોફાઈલ સમારોહમાં Farooq Abdullah અચાનક ફાયરિંગ
  • લગ્ન સમારોહમાં અચાનક ફાયરિંગની ઘટનાથી અફરાતફરી મચી
  • કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિંદર ચૌધરીને છરા વાગવાથી સામાન્ય ઈજા
  • સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરને પકડી પાડ્યો

Firing on Farooq Abdullah: જમ્મુ (Jammu) ના ગ્રેટર કૈલાશ (Greater Kailash) વિસ્તારમાં આવેલી હોટલ રોયલ પાર્ક (Hotel Royal Park) માં આયોજિત એક લગ્ન સમારોહ દરમિયાન તે સમયે અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે કાર્યક્રમમાં અચાનક ફાયરિંગની ઘટના બની હતી. આ હાઈ-પ્રોફાઈલ સમારોહમાં નેશનલ કોન્ફરન્સ (National Conference) ના સંરક્ષક અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah), જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિંદર ચૌધરી (Surinder Choudhary) અને પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર હતા.

પૂર્વ મુખ્યમંત્રી Farooq Abdullah અને ડેપ્યુટી CM ને પહોંચી ઈજા

મળતી માહિતી મુજબ, લગ્ન સમારોહ દરમિયાન એક વ્યક્તિએ અચાનક પિસ્તોલ (Pistol) લહેરાવીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં નાયબ મુખ્યમંત્રી સુરિંદર ચૌધરી (Surinder Choudhary) ને છરા વાગવાથી સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. સદભાગ્યે, પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) આ હુમલામાં સંપૂર્ણ સુરક્ષિત છે. ઘટનાના પગલે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Advertisement

Advertisement

Farooq Abdullah પર ફાયરિંગ કરનાર હુમલાખોર ઝડપાયો

ઘટના સ્થળે હાજર સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરને પકડી પાડ્યો હતો. હુમલાખોરની ઓળખ જમ્મુના સ્થાનિક રહેવાસી કમલ સિંહ જમવાલ (Kamal Singh Jamwal) તરીકે થઈ છે. પોલીસે હુમલાખોર પાસેથી હથિયાર જપ્ત કરી તેને કસ્ટડીમાં લીધો છે. અત્યારે પોલીસ અને તપાસ એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ હુમલો પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) ને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો કે પછી તેની પાછળ કોઈ અન્ય અંગત અદાવત જવાબદાર છે.

આ ઘટનાએ જમ્મુ (Jammu) માં સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે, ખાસ કરીને જ્યારે રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ એક જ સ્થળે હાજર હોય ત્યારે આવી ગંભીર ચૂક કેવી રીતે થઈ શકે તે તપાસનો વિષય છે. હાલમાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને પૂછપરછ ચાલુ છે.

આ પણ વાંચો: એ જ રંગ, એ જ ઢંગ: જાણો, પંડિતોની કાશ્મીર વાપસી પર Farooq Abdullah શું બોલ્યા?

Advertisement

.

×