Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોતાના જ માસૂમ દીકરાને બચકાં ભર્યા, ફેંટો મારી, માથું પછાડ્યું, ગળું દબાવ્યું - કળયુગી માતાનો આ VIDEO હૈયું કંપાવી નાખશે

VIDEO OF MOTHER - SON : કળયુગ આખરે કેટલો ક્રૂર હોઇ શકે છે? શું આવા સમયમાં હવે માતાની મમતા પણ ભરસ્ત થઈ છે? સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માતા તેના 11 વર્ષના પુત્ર સાથે...
પોતાના જ માસૂમ દીકરાને બચકાં ભર્યા  ફેંટો મારી  માથું પછાડ્યું  ગળું દબાવ્યું   કળયુગી માતાનો આ video હૈયું કંપાવી નાખશે
Advertisement

VIDEO OF MOTHER - SON : કળયુગ આખરે કેટલો ક્રૂર હોઇ શકે છે? શું આવા સમયમાં હવે માતાની મમતા પણ ભરસ્ત થઈ છે? સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માતા તેના 11 વર્ષના પુત્ર સાથે એવી કરતૂત કરે છે, જે કરતૂત કોઈ વ્યક્તિ તેના દુશ્મન સાથે પણ ન કરે. વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, એક માતા તેના 11 વર્ષના છોકરાના પેટ પર બેસે છે. પછી તેણી તેના પર મુક્કાથી સતત હુમલો કરવાનું શરૂ કરે છે. તે બાળકના વાળ પકડે છે અને તેને ખેંચવા લાગે છે. તેનું માથું બળથી જમીન સાથે અથડાતું જોવા મળે છે. આ વિડીયો ચોંકાવનારો હોવાની સાથે સાથે વિચલિત કરનારો પણ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો

કળયુગમાં માંની મમતા ખોવાઈ

Advertisement

મળતી માહિતીના અનુસાર આ વિડીયો દેવભૂમિ ઉત્તરાખંડના હરિદ્વારના ઝબરેડાનો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો માં એક માતા કેવી રીતે ક્રૂરતાપૂર્વક હિંસક રીતે તેના બાળક સાથે વર્તન કરે છે તે જોઈ શકાય છે. વીડિયોમાં માસૂમ બાળક રડી રહ્યો છે અને ચીસો પાડી રહ્યો છે. તે પીવા માટે પાણી માંગે છે. પરંતુ તેની માતા તેને સતત માર મારી રહી છે. તેણી તેના બંને હાથ પકડી રાખે છે અને તેની છાતીને ઉપર બચકું ભરવા લાગે છે. તેણીએ તેના પુત્રનું મોં ખંજવાળ્યું અને તેનું ગળું દબાવવાનું શરૂ કર્યું. માસૂમ બાળક તેની માતાને દૂર ધકેલવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેની માતા માથું ફેરવે છે. માતાનું પોતાના જ બાળક સાથે આવું વર્તન જોઈને ઘૃણાસ્પદ લાગે છે. કોઈ વ્યક્તિને સજા આપવામાં પણ તેની સાથે આ રીતનું ખરાબ વર્તન કરવામાં આવતું નથી.

Advertisement

પુત્રને માર મારતો VIDEO પતિને મોકલ્યો

નિર્દયતા અને ક્રૂરતાની બધી જ હદો પાર કરનારી આ માતાનું નામ પ્રિયંકા હોવાનું સામે આવ્યું છે. અહેવાલ મુજબ, મહિલાએ આ વીડિયો તેના મોટા પુત્ર (12 વર્ષ) સાથે રેકોર્ડ કર્યો હતો. તેણે તેના પુત્રને માર મારતો VIDEO તેનાથી અલગ રહેતા તેના પતિને મોકલ્યો હતો. સામે આવી રહેલી વિગતના અનુસાર પ્રિયંકા અને તેના પતિ વચ્ચે ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. મહિલાના જણાવ્યા અનુસાર તેને આ વિડીયો તેના પતિને સબક શીખવાડવા માટે બનાવ્યો હતો.

'હું ખરેખર મારા પુત્રને નથી મારતી, પતિને ડરાવવા..... ' - પ્રિયંકા

પ્રાપ્ત અહેવાલના અનુસાર, તેને આ વિડીયો 2 મહિના પહેલા જ બનાવીને પોતાના પતિને મોકલ્યો હતો અને તેના પતિએ હવે વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દીધો છે. આ બાબતે મહિલાએ જણાવ્યું કે તે દુકાનમાં કામ કરીને ઘરનો ખર્ચો કરે છે. તેણે તેના પતિને ડરાવવા અને પાઠ ભણાવવા માટે વીડિયો બનાવ્યો. તેણીએ એમ પણ કહ્યું કે તે ખરેખર તેના પુત્રને મારતી નથી, તે માત્ર ડોળ કરી રહી હતી. જો કે સોશિયલ મીડિયા ઉપર હાલ સૌ લોકો પ્રિયંકાને સજા મળે તે માટે માંગ કરી રહ્યા છે. માતા અને તેના બાળકને હરિદ્વાર પોલીસે બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. ત્યાં બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Gonda : ડિબ્રુગઢ એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના

Tags :
Advertisement

.

×