સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાજનાથ સિંહ પાંચ દિવસની મુલાકાતે વિયેતનામ (18-19 મે) અને દક્ષિણ કોરિયા (19-21 મે) પણ જઈ રહ્યા છે. મુલાકાત શરૂ થાય તે પહેલાં, રાજનાથ સિંહે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિયેતનામ અને દક્ષિણ કોરિયાની પોતાની મુલાકાતની જાહેરાત કરી હતી. રાજનાથ સિંહે લખ્યું, "હું દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરવા માટે બંને એશિયન દેશોની મુલાકાત લેવા આતુર છું. અમારું ધ્યાન વ્યૂહાત્મક લશ્કરી સહયોગને ગાઢ બનાવવા, સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત બનાવવા અને દરિયાઈ સહયોગને પ્રોત્સાહન આપવા પર રહેશે, જે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે."
સુપરસોનિક BrahMos missile ખરીદવા વિયેતનામ સજ્જ
ફિલિપાઇન્સ સાથે અગાઉ થયેલા કરાર બાદ હવે વિયેતનામ પણ ભારતની સુપરસોનિક ક્રુઝ મિસાઇલ (Supersonic Cruise Missile) ખરીદવાની રેસમાં સામેલ થયું છે. હનોઈ (Hanoi) ખાતે યોજાનારી દ્વિપક્ષીય બેઠકમાં બ્રહ્મોસ સોદા પર આખરી મહોર વાગે તેવી પૂરેપૂરી શક્યતા છે. વિયેતનામના સંરક્ષણ પ્રધાન જનરલ ફાન વાન ગિઆંગ સાથે આ વિષય પર વિસ્તૃત ચર્ચાનું આયોજન કરાયું છે. આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મળવાથી વિયેતનામની સૈન્ય ક્ષમતામાં અનેકગણો વધારો થશે.
500 million dollars ની મોટી આર્થિક મદદ
ભારત સરકારે વિયેતનામના સૈન્ય આધુનિકીકરણ માટે 500 મિલિયન ડોલર (આશરે 5,000 કરોડ રૂપિયા) ની ક્રેડિટ લાઇન જાહેર કરી છે. આ જંગી ભંડોળનો ઉપયોગ ઓફશોર પેટ્રોલ જહાજો (Offshore Patrol Vessels) અને હાઇ-સ્પીડ પેટ્રોલ બોટોના નિર્માણ માટે કરવામાં આવશે. આ ઉપરાંત, વિયેતનામ આર્મીના રશિયન સુખોઈ ફાઇટર જેટ (Sukhoi Fighter Jets) અને કિલો-ક્લાસ સબમરીન (Kilo-Class Submarines) ના મેન્ટેનન્સ અને રિપેરિંગની જવાબદારી પણ ભારતીય એજન્સીઓ સંભાળશે.
આ પણ વાંચો----- વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો, જાણો 2016 થી અત્યાર સુધી PM Modi ને મળેલા તમામ એવોર્ડ્સ
South China સમુદ્રના વિવાદ વચ્ચે નવું સૈન્ય સમીકરણ
બેઇજિંગ (Beijing) સાથે ચાલી રહેલા જૂના દરિયાઈ વિવાદના કારણે વિયેતનામ પોતાની સરહદી સુરક્ષા માટે ભારે ચિંતિત છે. ફિલિપાઇન્સે પણ અગાઉ ચીનના આક્રમક વલણનો સામનો કરવા માટે જ ભારત પાસેથી 375 મિલિયન ડોલરનો સંરક્ષણ સોદો કર્યો હતો. આ એન્ટી-શિપ મિસાઈલ (Anti-Ship Missile) ટેકનોલોજી વિયેતનામ પાસે આવવાથી દક્ષિણ ચીન સમુદ્ર (South China Sea) માં પાવર બેલેન્સ બદલાઈ જશે. આ રણનીતિ ચીનની વિસ્તારવાદી નીતિ પર મોટો બ્રેક લગાવશે.
![India Vietnam BrahMos Deal_GUJARAT 0]()
દક્ષિણ કોરિયા સાથે Business અને શહીદોને Honor
વિયેતનામ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ સંરક્ષણ પ્રધાન સીધા દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલ (Seoul) પહોંચશે. ત્યાં તેઓ ભારત-કોરિયા બિઝનેસ રાઉન્ડ ટેબલ (Business Roundtable) કોન્ફરન્સની અધ્યક્ષતા કરવાના છે. આ મુલાકાત દરમિયાન વર્ષ 1950-53 ના કોરિયન યુદ્ધ (Korean War) માં શહીદ થયેલા ભારતીય વીર સૈનિકોની યાદમાં એક ભવ્ય યુદ્ધ સ્મારક (War Memorial) નું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. આ પ્રવાસથી પૂર્વ એશિયાના દેશો સાથે ભારતના સંબંધો વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો----- Keralam ના નવા મુખ્યમંત્રી બન્યા વીડી સતીશન, રાહુલ ગાંધી અને પ્રિયંકા જોવા મળ્યા સ્ટેજ પર