MAHARASHTRA : GYM માં અચાનક જ એક વ્યક્તિએ HEART ATTACK થી ગુમાવ્યો જીવ, ઘટના CCTV માં થઈ કેદ
MAHARASHTRA : હાલના સમયમાં હાર્ટ એટેકની બીમારી યુવાન લોકો સુધી પહોંચી છે, વધુમાં એમ પણ બને છે કે આ હાર્ટ એટેક ગમે તે સમય દરમિયાન આવી જતો હોય છે. હવે મહારાષ્ટ્રમાંથી જે ઘટના સામે આવી છે, તેને જાણીને તમે ખરેખર ચોંકી જશો. MAHARASHTRA માં એક વ્યક્તિ GYM માં કસરત કરી રહ્યો હતો તે સમય દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. તે થાંભલાને ટેકો લઈને ઉભો હતો ત્યારે અચાનક તે ધડાકા સાથે પડી ગયો. આ સમગ્ર ઘટના CCTV માં પણ રેકોર્ડ થઈ હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
MAHARASHTRA ના સંભાજી નગરની છે ઘટના
मौत का लाइव वीडियो pic.twitter.com/mCeN9JMJDM
— parmod chaudhary (@parmoddhukiya) July 21, 2024
MAHARASHTRA ના સંભાજી નગરમાંથી આ ઘટના સામે આવી છે. આ CCTV માં જોઈ શકાય છે તેના અનુસાર, એક વ્યક્તિ અન્ય ચાર પાંચ લોકો સાથે સામાન્ય કસરત કરી રહ્યો છે. પહેલા તો બધુ ખૂબ જ સામાન્ય લાગે છે. પરંતુ તેમાં કસરત કરતાં કરતાં અચાનક એક વ્યક્તિ લથડિયા ખાઈને નીચે ઢળી પડે છે. GYM માં હજાર તેના આજુબાજુના વ્યક્તિઓ પણ આ સમગ્ર ઘટના જોઈને દોડધામ કરવા લાગે છે. લોકો તે વ્યક્તિને સંભાળવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ચૂક્યું હોય છે અને વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવી દીધો હોય છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.
પહેલા પણ સામે આવ્યા છે આવા કિસ્સા
ઉલ્લેખનીય છે કે, આવી અચાનક હાર્ટ એટેક આવી જવાની ઘટના પહેલા પણ બની હતી.બે દિવસ પહેલા રાજસ્થાનના અજમેરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. પિસાંગણમાં ભજન ગાતી વખતે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વધુમાં MAHARASHTRA માં જ પાલઘરમાંથી પણ એક વ્યક્તિએ જિમમાં જીવ ગુમાવ્યો હોય તેવી ઘટના સામે આવી હતી. ગયા મહિને મુંબઈના થાણેમાં ક્રિકેટ મેચ દરમિયાન આ ખેલાડીનું મોત થયું હતું. તે ખેલાડીએ એક બોલ રમ્યો હતો. બીજાની રાહ જોતો હતો. અચાનક ગરમીના કારણે બેહોશ થઈ ગયો. તેના સાથીઓ તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
આ પણ વાંચો : Surat: જોત જોતામાં દીવાલ થઈ ગઈ ધરાશાયી, ઘટના સિસિટિવીમાં થઈ કેદ