Maharashtra:આ શહેરમાં બે જૂથ વચ્ચે અથડામણ, વાહનોમાં આગચંપી
- નવા વર્ષની ઉજવણી વચ્ચે મહારાષ્ટ્રમાં બબા
- બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ
- 12થી 15 દુકાનો સળગાવી દેવાઈ
Clash In Jalgaon, Maharashtra : મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે ભારે બબાલ શરૂ થઈ છે. અહીંના જલગાવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. બંને જૂથોએ સામસામે પથ્થરમારો કરી અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. અહીં 12થી 15 દુકાનો સળગાવી દેવાઈ છે.
હોર્ન વગાડવા જેવા નજીવા મુદ્દે બબાલ
મળતા અહેવાલો મુજબ શિવસેનાના મંત્રી ગુલાબરાવ પાટિલનો પરિવાર 31 ડિસેમ્બરની રાત્રે એક કારમાં જલગાવના પલાઢી ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન કારના ડ્રાઈવરે હોર્ન વગાડતા કેટલાક યુવકો ગુસ્સે થયા અને ડ્રાઈવરને અપશબ્દો બોલી માથાકુટ કરી હતી. ત્યારબાદ કારમાં મંત્રીના પત્ની હોવાના કારણે કેટલાક શિવસેનાના લોકોએ અપશબ્દો બોલી રહેલા યુવાનો પર ગાડી ચડાવી દીધી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટના બાદ પલાઢી ગામના કેટલાક યુવાનોએ અને શિવસેનાના કેટલાક કાર્યક્રતાઓએ રેલી કાઢી હતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલી ભીડે પથ્થરમારો અને આગચંપી કરવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો-Uttar Pradesh:24 વર્ષનો દીકરો બન્યો હેવાન,માતા અને 4 બહેનની કરી હત્યા
ટોળાએ 12થી 15 દુકાનો સળગાવી દીધી
આ ઘટના બાદ બે જૂથો સામ સામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થમારો કરવાનું શરૂ કરી દીધું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનોને સળગાવ્યા હતા. આ ઘટનામાં 12થી 15 દુકાનો સળગાવી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે. જોકે વધુ હિંસા ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.
આ પણ વાંચો-PM નરેન્દ્ર મોદીએ નવા વર્ષની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
25 સામે કેસ, 10ની ધરપકડ
જલગાવમાં પથ્થમારો થયો હોવાની તેમજ આગચાંપવાની ઘટના વાયુવેગે ફેલાતા ખળભળાટ મચ્યો છે. પોલીસે જલગાવના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવાની સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. પોલીસે શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં પોલીસે 25 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને લગભગ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.