Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mamata Banerjee ના ઘરની બહાર અચાનક ગુંજ્યા 'જય શ્રી રામ'ના નારા, જુઓ પછી શું થયું

કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના નિવાસસ્થાન જેવી હાઈ-સિક્યોરિટી જગ્યાએ અચાનક હંગામો મચી ગયો છે. ભાજપના કાર્યકરોએ તમામ સુરક્ષા વ્યવસ્થાને પડકારીને મમતા બેનર્જીના ઘરની બિલકુલ નજીક જઈ જે પ્રકારે સૂત્રોચ્ચાર કર્યા છે, તેનાથી રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે.
mamata banerjee ના ઘરની બહાર અચાનક ગુંજ્યા  જય શ્રી રામ ના નારા  જુઓ પછી શું થયું
Advertisement
  • કોલકાતામાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર ભાજપનો હંગામો (Mamata Banerjee House Protest)
  • ભારે સુરક્ષા વચ્ચે કાર્યકરોએ લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા
  • ઘટનાને પગલે હરીશ ચેટર્જી સ્ટ્રીટ પર અફરાતફરીનો માહોલ
  • પોલીસે અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી સ્થિતિ કાબૂમાં લીધી

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ના નિવાસસ્થાન હરીશ ચેટર્જી સ્ટ્રીટ પર ભાજપ [BJP] ના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના કાર્યકરોએ મુખ્યમંત્રીના ઘરની બહાર જ 'જય શ્રી રામ' (Jai Shri Ram) ના નારા લગાવી વાતાવરણ ગરમાવી દીધું હતું.

Mamata Banerjee House Protest : ભાજપના કાર્યકરોએ બોલાવ્યા નારા

આ ઘટના ત્યારે બની જ્યારે ભાજપના કાર્યકરો રાજ્ય સરકારની નીતિઓનો વિરોધ કરવા એકઠા થયા હતા. જોકે, હાઈ-સિક્યોરિટી ઝોન ગણાતા મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પહોંચી જઈને સૂત્રોચ્ચાર કરવાને સુરક્ષામાં મોટી ચૂક તરીકે પણ જોવામાં આવી રહી છે. મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેના રાજકીય સંઘર્ષમાં આ ઘટનાએ નવા ઘી હોમવાનું કામ કર્યું છે.

Advertisement

Advertisement

TMCએ આપી કડક પ્રતિક્રિયા,પોલીસ એકશનમાં

તૃણમૂલ કોંગ્રેસ ના સમર્થકોએ પણ આ ઘટના બાદ આક્રમક પ્રતિક્રિયા આપી હતી, જેના કારણે સ્થળ પર ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. કોલકાતા પોલીસ [Kolkata Police] ના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પ્રદર્શનકારીઓની અટકાયત કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આગામી સમયમાં આ મુદ્દો બંગાળના રાજકારણમાં મોટું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો: Election Results 2026 Live: "હવે બંગાળને મળશે કેન્દ્રની યોજનાઓનો લાભ": CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને DYCM હર્ષભાઈ સંઘવીએ બંગાળના ભવ્ય વિજયને વધાવ્યો

Tags :
Advertisement

.

×