Bagladesh violence વચ્ચે 4500 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા
Bagladesh violence : ભારતીય નાગરિકોના બાંગ્લાદેશ (Bagladesh violence)પરત ફરવા અંગે વિદેશ મંત્રાલએ જાણકારી આપી છે કે, અત્યાર સુધીમાં 4500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છે. હાઈ કમિશન ભારતીય નાગરિકોની સરહદ ક્રોસિંગ પોઈન્ટ પર સલામત મુસાફરી માટે સુરક્ષા એસ્કોર્ટની વ્યવસ્થા કરી રહ્યું છે. નેપાળમાંથી 500, ભૂટાનથી 38 અને માલદીવમાંથી 1 વિદ્યાર્થી પણ ભારત પહોંચ્યો છે.
બાંગ્લાદેશની હિંસામાં 133ના મોત
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની હાઈકોર્ટે સરકારી નોકરીઓમાં અનામત જાળવી રાખવાનો ચુકાદો આપ્યો હતો, ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા બાદ હિંસા ફાટી નીકળી છે. અહીં અનેક જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી છે. પથ્થરમારો, ગોળીબાર, ટીયર ગેસના સેલ છોડવા સહિત જેલમાં આગ ચાંપવાની ઘટના બન્યા બાદ સ્થિતિ વધુ વણસી છે. આ હિંસક દેખાવોમાં અત્યાર સુધીમાં 133 લોકોના મોત થઈ ગયા છે.
Update on return of Indian Nationals in Bangladesh: So far, over 4500 Indian students have returned to India. The High Commission has been making arrangement for security escort for safe travel of Indian nationals to the border-crossing points. 500 students of Nepal, 38 of Bhutan… pic.twitter.com/XNmCYYz7U0
— ANI (@ANI) July 21, 2024
અમે હિંસા વચ્ચે બાંગ્લાદેશીઓને શરણ આપીશું : મમતા
પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા યોજાયેલી શહીદ દિવસ રેલીમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee) એ સંબોધનમાં કહ્યું કે,જો બાંગ્લાદેશીઓ અમારા દરવાજે આવશે, તો અમે તેમને શરણ આપીશું. હું ઈચ્છું છું કે, ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો સારા રહે.’ આ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થિક સંબંધીત પ્રસ્તાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો -Maharashtra: ધોધ આનંદ માણતા ફસાયા પ્રવાસીઓ, જુઓ Video
આ પણ વાંચો -MP Rewa News: મધ્ય પ્રદેશમાં મહિલાઓને જીવતી જમીનમાં દાંટવાની કરાઈ કોશિશ, જુઓ વીડિયો
આ પણ વાંચો -Dahod : ફિલ્મી સ્ટાઇલમાં ઝડપાયાં 51 ગુના આચરનારી કુખ્યાત ગેંગના 8 આરોપી! આઠ ગુનાનો ભેદ ઊકેલાયો