Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Narendra Modiએ ગુજરાતમાં પધારેલા કોંગ્રેસના મહેમાનોની કાળજી લેવા કર્યા સૂચનો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ ગુજરાતમાં પધારેલા કોંગ્રેસના મહેમાનની કાળજી લેવા ગુજરાતના CM Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી C R Patilને જરૂરી સૂચનો કર્યા.
pm narendra modiએ ગુજરાતમાં પધારેલા કોંગ્રેસના મહેમાનોની કાળજી લેવા કર્યા સૂચનો
Advertisement
  • દેશના પૂર્વ નાણાંમંત્રી અને પીઢ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમની ગુજરાતમાં તબિયત કથળી હતી
  • પી. ચિદમ્બરમની તબિયતના ખબર અંતર લઈ રહ્યા છે PM Modi
  • વડાપ્રધાને ગુજરાતના મહેમાન બનેલા કોંગ્રેસીઓની કાળજી લેવા કર્યા સૂચનો

ગુજરાત ખાતે  કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે  ઉપસ્થિત રહેવા માટે દેશના પૂર્વ નાણાંમંત્રી અને પીઢ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમ આવ્યા છે. તેમની તબિયત કથળતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ગુજરાતના CM bhupendra Patel, આરોગ્ય મંત્રી Hrishikesh Patel સતત તેમની તબિયતના ખબર અંતર લઈ રહ્યા છે. આ સમગ્ર મુદ્દે વડાપ્રધાને પણ ગુજરાતમાં પધારેલા કોંગ્રેસના મહેમાનની કાળજી લેવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી C R Patilને જરૂરી સૂચનો કર્યા છે.

Advertisement

વડાપ્રધાન મોદીએ આપી તાકીદની સૂચના

ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા આવેલ દેશના પૂર્વ નાણાંમંત્રી અને પીઢ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમની ગુજરાતમાં તબિયત કથળી હતી. આ સમગ્ર ઘટનાની જાણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થતા  તેમણે દેશના વડાપ્રધાનના પદ પર ભલે હોય પરંતુ એક ગુજરાતી તરીકે પોતાની જવાબદારી છે કે પક્ષા પક્ષી મા ના પડતા ગુજરાતમાં આવેલા મહેમાનોને કોઈપણ તકલીફ ના પડે તે અનુલક્ષીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાને તુરંત જ ટેલિફોનીક જાણ કરી જણાવ્યું કે, દેશના પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમજીની તબિયત લથડી હોવાથી આ વિષયને ધ્યાને લઈ તેમની સારવારમાં કોઈપણ પ્રકારની કમી ના રહે તેનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું હતું.

Advertisement

ગુજરાત ભાજપના દિગ્ગજોએ સંભાળી કમાન

સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ આ વિષયને ધ્યાને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને આ વિષયની સૂચના આપી અને સારવારમાં કોઈપણ ખામી ન રહે તે માટે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને સૂચના આપવા કહ્યું હતું. ગુજરાતમાં પધારેલા મહેમાનની કાળજી રાખવા ગુજરાત અવ્વલ અને અગ્રેસર રહ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ ખાતે રૂબરૂ જઈ તેમની સારવાર માટે સૂચના આપી હતી અને તેમની સારવાર માટે જરૂરી સૂચનો કરી તેમની તબિયત ઉપર સતત ધ્યાન રાખી રહ્યા છે.

ઉત્કૃષ્ટ મહેમાનગતી  ગુજરાતની પરંપરા

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાઈ રહ્યું છે ત્યારે, દેશભરના કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં પધાર્યા છે. ગુજરાત રાજ્ય આદિકાળથી પોતાની ફરજ અદા કરવામાં અવ્વલ રહ્યું છે. ગુજરાતમાં આવેલા મહેમાનો હોય કે મુલાકાતી તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા પક્ષ વિપક્ષની બાબતો ધ્યાને લીધા સિવાય ગુજરાત સરકાર અને પ્રજાજનો કરતા હોય છે.

Tags :
Advertisement

.

×