Rajasthan : ટોંકની બનાસ નદીમાં 11 લોકો ડૂબી જતાં ચકચાર મચી, 8 ના મૃત્યુ
- રાજસ્થાનના Tonk ની બનાસ નદીમાં 11 લોકો ડૂબ્યા
- 8 જણાના મૃત્યુ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે
- ઘાયલોને સત્વરે (Tonk Saadat Hospital) માં સારવાર અર્થે ખસેડાયા
Rajasthan : ટોંકમાં એક દુઃખદ ઘટના ઘટી છે. ટોંકની બનાસ નદીમાં 11 લોકો ન્હાવા પડ્યા હતા. જેમાંથી 8 લોકોનું ડૂબી જવાથી મૃત્યુ થવાથી ચકચાર મચી ગઈ છે. બનાસ નદી (Banas River) માં ન્હાવા પડેલા તમામ લોકો જયપુરના હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે. જયપુરથી નદી કિનારે આ મિત્રો પિકનિક મનાવવા માટે આવ્યા હતા. જેમાં આ કરુણ ઘટના ઘટતા સમગ્ર પંથકમાં કરુણતા છવાઈ ગઈ છે.
3 યુવકોને હોસ્પિટલ ખસેડાયા
ટોંકની બનાસ નદી પર બનેલા ફ્રેઝર બ્રિજ (Fraser Bridge) પાસે ન્હાતી વખતે ડૂબી જવાથી 8 લોકોના મોત થયા છે. 11 યુવાનો નદીમાં ન્હાવા ગયા હતા. અચાનક ઊંડાણમાં જવાથી બધા યુવાનો એક પછી એક ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ બચાવેલા 3 યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે. ટોંક સઆદત હોસ્પિટલમાં ઘાયલ યુવાનોની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ પરિસરમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ Delhi : દ્વારકામાં ફલેટના 6ઠ્ઠા માળે લાગી વિકરાળ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
રાજસ્થાનના ટોંકમાં બનાસ નદીમાં લોકો ડૂબી જવાની દુર્ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સ્થળ પર ધસી આવ્યા હતા. તેમણે સત્વરે રાહત અને બચાવ કામગીરી શરુ કરી દીધી છે. જે 3 યુવકોને બચાવી લેવામાં આવ્યા છે તેમને ટોંકની જ સ્થાનિક સઆદત હોસ્પિટલ (Saadat Hospital) માં ખસેડવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં તેમની સત્વરે સઘન સારવાર શરુ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં ડૂબેલા 11 લોકો જયપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનના ટોંકમાં બનાસ નદીમાં મોટી દુર્ઘટના
બનાસ નદીમાં ડૂબી જતાં જયપુરના 8 લોકોના મોત
જયપુરથી પિકનિક મનાવવા આવ્યા હતા 10 લોકો
સઆદત હોસ્પિટલમાં ખસેડાયા તમામ મૃતદેહો@BhajanlalBjp #Rajasthan #Tonk #BanasRiver #Jaipur #BanasRiverAccident #rajasthannews #tonknews #gujaratfirst pic.twitter.com/sIwJNs44kK— Gujarat First (@GujaratFirst) June 10, 2025
આ પણ વાંચોઃ Indore Couple Case : સોનમ રઘુવંશીની ચેટથી થયો ચોંકાવનારો ખુલાસો