Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Trimbakeshwar Jyotirlinga : નવા વર્ષમાં VIP દર્શન નહીં થાય ! જાણો શું રહેશે મંદિરમાં દર્શનનો સમય

Trimbakeshwar Jyotirlinga : નવા વર્ષની શરુઆત પહેલા મંદિરોમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને, દેવસ્થાન ટ્રસ્ટે ખાસ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
trimbakeshwar jyotirlinga   નવા વર્ષમાં vip દર્શન નહીં થાય   જાણો શું રહેશે મંદિરમાં દર્શનનો સમય
Advertisement
  • Trimbakeshwar Jyotirlinga : નવા વર્ષમાં VIP દર્શન કરાયા સ્થગિત
  • મંદિરમાં દર્શન કરવાના સમયમાં કરાયો ફેરફાર
  • નવા વર્ષમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતા

Trimbakeshwar Jyotirlinga : નવા વર્ષની શરુઆત પહેલા મંદિરોમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને, દેવસ્થાન ટ્રસ્ટે ખાસ સૂચનાઓ જાહેર કરવામાં આવ્યો છે. નવા વર્ષ અને 2025ના અંતિમ દિવસોમાં મંદિરમાં મોટી સંખ્યામાં લોકોની અગવડતાને કારણે થતી કોઈ પણ અસુવિધાને ટાળવા માટે VIP દર્શન સ્થગિત કરવામાં આવ્યા છે.

Advertisement

મંદિરમાં દર્શન કરવાા સમયમાં કર્યો ફેરફાર

દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર મંદિર 30 ડિસેમ્બર 2025થી 4 જાન્યુઆરી,2026 સુધી સવારે 4:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. નવા વર્ષ દરમિયાન શક્ય તેટલા વધુ ભક્તો માટે સરળ દર્શન સુનિશ્ચિત કરવા માટે આ ખાસ સમય નક્કી કરવામાં આવ્યો છે.

Advertisement

VIP દર્શન હંગામી ધોરણે કરાયા બંધ(Trimbakeshwar Jyotirlinga)

ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને VIP દર્શનની સુવિધાને હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે. 30 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમિયાન બંધ રહેશે. આ બધા ભક્તોએ દર્શન માટે સામાન્ય કતારમાં રાહ જોવી પડશે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રજાઓના કારણે કતારમાં 3 થી 4 કલાક જેટલો સમય લાગી શકે છે. ભક્તોની સુવિધા માટે પીવાના પાણી સહિતની જરુરી વ્યવસ્થા કરવામાં આવી છે અને વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

વહીવટીતંત્રએ ભક્તોને કરી અપીલ

મંદિર વહીવટીતંત્રે ભક્તોને ધીરજ રાખવા, નિયમોનું પાલન કરવા અને ભગવાન શિવના શાંતિપૂર્ણ દર્શન કરીને આધ્યાત્મિક આનંદ સાથે નવા વર્ષની શરૂઆત કરવા અપીલ કરી છે. નવા વર્ષના શુભ અવસર પર ભક્તોની સલામતી અને સરળ દર્શન સુનિશ્ચિત કરવા માટે આ ખાસ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચો: S Jaishankar Symbiosis speech: ભારતના વિદેશ મંત્રીએ એસ.જયશંકરે આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું...

Tags :
Advertisement

.

×