13 વર્ષની કિશોરીની દીક્ષા, અખાડાએ હવે મહંત અને કિશોરી બંન્નેને હાંકી કાઢ્યા
- બાળક સાધુ સમાન જ હોય છે સમજદાર થાય પછી દીક્ષાનો નિર્ણય લઇ શકે
- અખાડાને જાણ કર્યા વગર કિશોરીને દીક્ષા અપાઇ તે નિયમોની વિરુદ્ધ છે
- 25 વર્ષની ઉમર બાદ જ કોઇ પણ મહિલાને દીક્ષા આપવાનું પ્રાવધાન છે
Maha Kumbh 2025 : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં જુના અખાડામાં હાલમાં જ સંન્યાસી બનવા માટે જોડાયેલી 13 વર્ષીય કિશોરીનેઅખાડામાંથી નિષ્કાષિત કરી દેવામાં આવી છે. સાથે જ કિશોરીને દીક્ષા આપનારા ગુરુ મહંત કૌશલ ગિરીને પણ સાત વર્ષો માટે અખાડામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. અખાડાએ જણાવ્યું કે, 13 વર્ષની કિશોરીને દિક્ષા આપવી નિયમોની વિરુદ્ધ છે.
જુના અખાડા દ્વારા કડક કાર્યવાહી
જુના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા શ્રીમહંત નારાયણ ગિરીએ શનિવારે માહિતી આપતા જણાવ્યું કે, અખાડાના નિયમો અનુસાર 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાને પ્રવેશ આપવામાં આવતો નથી. આ મામલે શુક્રવારે થયેલી અખાડાની બેઠકમાં મંત્રણા બાદ સર્વસંમતીથી નિર્ણય લેવામાં આવ્યો. કિશોરીનો પ્રવેશ રદ્દ કરવાની સાથે સાથે કૌશલ ગિરીને પણ 7 વર્ષ માટે અખાડામાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુઓ ભારતીય સંત પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ
કિશોરીને સંપુર્ણ સન્માન સાથે પરિવારને સોંપાઇ
બીજી તરફ નારાયણગિરીએ કહ્યું કે, કિશોરીને સંપુર્ણ સન્માન સાથે તેના માતા પિતાને સોંપી દેવામાં આવી છે. જુના અખાડાના નિયમો અનુસાર માત્ર 25 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરની મહિલાને જ અખાડામાં સમાવેશ કરવામાં આવી શકે છે. જો કે માતા પિતા કોઇ કિશોરીને અખાડાને સમર્પિત કરે છે તો તેને નિયમો અનુસાર અખાડામાં સમાવવામાં આવી શકે છે.
બેઠકમાં સંતોએ વ્યક્ત કરી નારાજગી
શુક્રવારે જુના અખાડાના સંરક્ષક મહંત હરી ગિરી, અધ્યક્ષ શ્રીમહંત પ્રેમગિરી અને અન્ય વરિષ્ઠ સંતોએ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સંતોએ મહંત કૌશલ ગિરી પર નારાજગી વ્યક્ત કરી હતી. જેમણે અખાડાને માહિતી આપ્યા વગર જ કિશોરીને દીક્ષા આપી દીધી હતી.
આ પણ વાંચો : Gujarat: ઉત્તરાયણના દિવસ માટે પવનની ગતિને લઇ અંબાલાલ પટેલની આગાહી
ભાગવત કથા સાંભળતા સાંભળતા દીક્ષાનો વિચાર આવ્યો
કિશોરીની માતા રીમા સિંહે જણાવ્યું કે, મહંત કૌશલ ગિરી મહારાજ ગત્ત ત્રણ વર્ષોથી તેના ગામમાં ભાગવત કથા સંભળાવે છે. ત્યાં તેમની 13 વર્ષની પુત્રી રેખા સિંહે ગુરૂજી પાસેથી દીક્ષા લીધી. તેમણે કહ્યું કે, તેમની પુત્રીએ સાંસારિક મોહ-માયા ત્યાગની ઇચ્છા વ્યક્ત કરી હતી. અમે ઇશ્વરની ઇચ્છા માનીને પુત્રીને જુના અખાડાને સોંપી દીધી હતી. મહંત કૌશલ ગિરીને રેખાને દિક્ષા આપીને તેનું નામ ગૌરી ગિરી કર્યું હતું.
આ પણ વાંચો : દિલ્હીને ‘આપ-દા’થી મુક્ત કરવાનો સમય આવી ગયો છે: અમિત શાહ