Devvrat Mahesh Rekhe : માત્ર 19 વર્ષીય દેવવ્રત મહેશ રેખેએ મેળવી એવી સિદ્ધિ કે PM મોદીએ પણ કર્યા વખાણ
- મહારાષ્ટ્રના એક નાના ગામમાં જન્મેલા, 19 વર્ષીય દેવવ્રત મહેશ રેખેની અનોખી સિદ્ધિ
- મહાન વિદ્વાનો પણ પ્રાપ્ત કરી શક્યા તેવી સિદ્ધિ તેમને પ્રાપ્ત કરી
- લગભગ 200 વર્ષ પછી, તેમણે વેદમૂર્તિનું બિરુદ મેળવ્યું
- પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમની સિદ્ધિને બિરદાવી
- તેમની નોંધપાત્ર આધ્યાત્મિક સાધના આ પવિત્ર ભૂમિ પર પૂર્ણ થઈ તેનો ગર્વ : PM મોદી
મહારાષ્ટ્રના (Maharashtra) એક નાના ગામમાં જન્મેલા, 19 વર્ષીય દેવવ્રત મહેશ રેખેએ (Devvrat Mahesh Rekhe) એવું સિદ્ધ કર્યું છે જે મહાન વિદ્વાનો પણ પ્રાપ્ત કરી શક્યા નથી. લગભગ 200 વર્ષ પછી, તેમણે વેદમૂર્તિનું (Vedamurthy) બિરુદ મેળવ્યું છે. નાસિકનાં નારાયણ શાસ્ત્રી દેવે લગભગ 200 વર્ષ પહેલાં આ બિરુદ મેળવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) પોતે સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી છે અને લખ્યું કે 19 વર્ષીય દેવવ્રત મહેશ રેખેજીની સિદ્ધિઓ વિશે જાણીને ખૂબ જ ખુશ છું. તેમની સફળતા ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપશે.
19 वर्ष के देवव्रत महेश रेखे जी ने जो उपलब्धि हासिल की है, वो जानकर मन प्रफुल्लित हो गया है। उनकी ये सफलता हमारी आने वाली पीढ़ियों की प्रेरणा बनने वाली है।
भारतीय संस्कृति में आस्था रखने वाले हर एक व्यक्ति को ये जानकर अच्छा लगेगा कि श्री देवव्रत ने शुक्ल यजुर्वेद की माध्यन्दिन… pic.twitter.com/YL9bVwK36o
— Narendra Modi (@narendramodi) December 2, 2025
Devvrat Mahesh Rekhe એ "દંડકર્મ પારાયણમ્" ને 50 દિવસમાં પૂર્ણ કર્યા
ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા રાખનારા દરેકને એ જાણીને આનંદ થશે કે શ્રી દેવવ્રત એ (Devvrat Mahesh Rekhe) શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખાનાં 2,000 મંત્રો વાળા "દંડકર્મ પારાયણમ્" ને (Dandakam Parayanam) 50 દિવસ સુધી કોઈ પણ અવરોધ વિના પૂર્ણ કર્યા છે. તેમાં અસંખ્ય વૈદિક સ્તોત્રો અને પવિત્ર શબ્દોનો સમાવેશ થાય છે, જેનો તેમણે સંપૂર્ણ શુદ્ધતા સાથે પાઠ કર્યો. આ સિદ્ધિ આપણી ગુરુ પરંપરાનું શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે.
આ પણ વાંચો - Vande Mataram 150th Anniversary: લોકસભામાં રાષ્ટ્રગીત વંદે માતરમ પર 8 ડિસેમ્બરે થશે ખાસ ચર્ચા
#WATCH | UP CM Yogi Adityanath and Union Minister Dharmendra Pradhan meet 19-year-old Vedamurti Devvrat Mahesh Rekhe from Maharashtra at the 'Kashi-Tamil Sangamam 4.0' in Varanasi. pic.twitter.com/wrBvxcxRrB
— ANI (@ANI) December 2, 2025
તેમની નોંધપાત્ર આધ્યાત્મિક સાધના આ પવિત્ર ભૂમિ પર પૂર્ણ થઈ તેનો ગર્વ : PM મોદી
વડાપ્રધાન મોદીએ (PM Modi) લખ્યું કે, કાશીનાં સંસદ સભ્ય તરીકે, મને ગર્વ છે કે તેમની નોંધપાત્ર આધ્યાત્મિક સાધના આ પવિત્ર ભૂમિ પર પૂર્ણ થઈ હતી. હું તેમના પરિવાર, સંતો, ઋષિઓ, વિદ્વાનો અને દેશભરની બધી સંસ્થાઓને સલામ કરું છું, જેમણે આ તપસ્યામાં તેમને ટેકો આપ્યો. જણાવી દઈએ કે, યુપીનાં સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વારાણસીમાં 'કાશી-તમિલ સંગમમ 4.0' ખાતે મહારાષ્ટ્રના 19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને મળ્યા હતા.
આ પણ વાંચો - breaking News: કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, નવા PMO સંકુલને સેવાતીર્થ તરીકે ઓળખવામાં આવશે


